ડીસા ખાતે નાગરિકતા સંશોધન બિલ ને પ્રચંડ જન સમર્થન, વિશાળ રેલીએ આકર્ષણ જમાવ્યું

 બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં  સમગ્ર હિન્દૂ સમાજ દ્વારા શુક્રવારે  નાગરિકતા સંશોધન  બિલ .  ના કાયદાના સમર્થનમાં એક વિશાલ રેલી નું આયોજન કરાયું હતું આ રેલીમાં  ડીસા  ધારાસભ્ય  શશીકાંત પંડ્યા,  વેર હાઉસ ચેરમેન મગનલાલ માળી  , દિનેશભાઇ અનાવાડીયા,  મહેશભાઈ દવે , સંજયભાઈ બ્રહ્મભટ્ટ  ,રમેશભાઈ દેલવાડિયા  ,ચેતનભાઈ ત્રિવેદી , ડો.કીશોરભાઈ આસનાની, ભાજપના આગેવાનો, વેપારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો  તેમજ વિશાળ સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા શહેરના સરદારબાગથી યોજાયેલ આ વિશાળ રેલી  વિવિધ સુત્રોચાર સાથે  એસ. ડી. એમ. કચેરી ખાતે પહોંચી હતી  તેમની સાથે વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી અને  નાગરિકતા સંશોધન બિલ  ના કાયદાને સમર્થન  આપી  ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે   આહવાન કર્યું હતું  આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા નાગરિકતા સંશોધન બિલ  ના કાયદાના  સમર્થનમાં  આવેદન પત્ર પણ આપ્યુ હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.