ડીસામાં કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ બેંક સાથે ત્રણ કરોડની છેતરપિંડી આચરી

ડીસામાં એક કોલ્ડ સ્ટોરેજ માલિકોએ બેંક સાથે રૂ.૩ કરોડની છેતરપિંડી કરી છે.દેના ગુજરાત ગ્રામીણ બેંકમાં બટાકા તારણમાં મૂકી રૂપિયા ત્રણ કરોડની લોન લઇ બટાકા બારોબાર વેચી મારી છેતરપીંડી કરતા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કોલેજના એક ભાગીદાર ની ધરપકડ કરી છે. દેશભરમાં બટાકા નગરી તરીકે પ્રખ્યાતિ પામેલા થયેલા ડીસામાં છેલ્લા ત્રણ વર્ષથી આવેલી બટાકાની મંદીએ અનેક ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજ સંચાલકોને પાયમાલ કર્યા છે.અનેક કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ બેન્કમાંથી લીધેલી લોન પણ પુરી ભરી શક્યા નથી. ત્યારે ડીસા તાલુકાના યાવરપુરા ગામે આવેલ સુંધા કોલ્ડ સ્ટોરેજના ભાગીદારોએ ચાર માસ અગાઉ દેના ગુજરાત ગ્રામીણ બેંકની ડીસા શાખામાંથી રૂ.૨.૯૦ કરોડની લોન લીધી હતી. કોલ્ડ સ્ટોરેજના ૧૨ ભાગીદારોએ બેંકમાં તારણ તરીકે ૮૭૦૦૦ બોરી બટાકા મૂકી પ્લેજ લોન લીધી હતી. જોકે ત્યારબાદલોનભરવાનીજગ્યાએભાગીદારોએ તમામ બટાકા બારોબાર વેચી મારી બેન્કમાં પૈસા ના ભરી બેંક સાથે છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવતા બેંકના મેનેજર દિલીપભાઈ શાહે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને પોલીસે તપાસ કરતાં ભાગીદારો પૈકીના ભરતજી ગણેશાજી જાટ ની ધરપકડ કરી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.