02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / અભણ માતા-પિતાના પુત્રની વર્ગ-રના અધિકારી તરીકે પસંદગી

અભણ માતા-પિતાના પુત્રની વર્ગ-રના અધિકારી તરીકે પસંદગી   09/07/2019

વડાવળ : કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી બતાવતા મોટી ઘરનાળામાં રહેતા કમલેશભાઈ કેશરભાઈ રબારી એ ઘરમાં કોઈ શિક્ષિત ન હોવા છતાં આત્મ વિશ્વાસના જારે ગુજરાત સરકારની જીપીએસસીની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી કલાસ ટુ ઓફીસર તરીકે પસદંગી પામ્યા છે.
ડીસા તાલુકાના મોટી ઘરનાળમાં ખેતી અને પશુ પાલન ઉપર નિર્ભર મધ્યમ પરિવારમાંથી આવતા કમલેશભાઈ એ આપ મેળે ભણવામાં હોશિયાર હોવાથી ધોરણ-૧ર પછી પીટીસી કરી રાજ્ય સરકારની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે નોકરી મેળવી પણ  કમલેશભાઈ નું શિક્ષકને બદલે અધિકારી બનવાનું સપનું હતું જે માટે સતત અગાધ મહેનત કરતા છેવટે ગુજરાત સરકારની જીપીએસસી પરીક્ષા પાસ કરી ગુજરાત સરકારના સ્ટેટ ટેક્ષ ઓફિસર તરીકે પસંદગી પામ્યા છે.
જીવનમાં સતત ઉતાર ચડાવ વચ્ચે કમલેશભાઈ એ શિક્ષક તરીકે ની ફરજની સાથે ઘરની જવાબદારી પણ  નિભાવતા આ પદ હાંસલ કર્યું છે. કારણકે વિદ્યાસહાયકની નોકરી મળ્યા બાદ તેઓએ પિતાની પણ છત્રછાયા ગુમાવી હતી જેથી શાળાની સાથે સમાજ અને ઘરની જવાબદારી પણ આવી પડી હતી. આ ઉપરાંત તેઓ પાસે ગ્રેજ્યુએશનની  ડિગ્રી ન હોવાથી તેમના મનમાં ઘણો વસવશો હતો. જેથી બધી જવાબદારી વચ્ચે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરી જીપીએસસી ની પરિક્ષાની તૈયારી શરૂ કરી સાથે રબારી સમાજના ચાલતા સ્પર્ધાત્મક પરિક્ષામાં પણ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન પણ આપતાં હતાં. ભણવું અને ભણાવવું તેમની આ શૈલી એ જીપીએસસીની પરીક્ષામાં ૧૮પ ક્રમાકે મેળવી જીએસટી વિભાગમાં સ્ટટ ટેક્ષ ઓફિસર તરીકે પસંદગી પામતા રબારી સહિત સમગ્ર સમાજમાં આનંદની લાગણી છવાઈ છે.

Tags :