મોટાભાઇને કેન્સરનો ગંભીર રોગ મટી જતા નાનોભાઈ જમીન માપીને હનુમાનદાદાના ચરણે પહોચશે

ગેળા :આજે (સોમવારે) લાખણી ખાતે સુખ દુઃખમાં સાથે રહેનાર પરિવાર તેમજ શ્રધ્ધા નો પુરાવો જોવા મળ્યો હતો દિયોદર તાલુકાના ગોલવા ગામના અમરતભાઈ ભુરાભાઈ રબારી પાંચ દિવસ થી જમીન માપતા માપતા આજે સોમવારે લાખણી ખાતે પાંચમા દિવસે  પોહચા હતા અમરતભાઈ રબારી ના મોટા ભાઇ બાબુભાઈ ભુરાભાઈ રબારી (ગોલવા ના પૂર્વ સરપંચ) ને થોડા સમયથી કેન્સરનો ગંભીર રોગ થયો હતો અને તેની સારવાર ધણી જગ્યાએ કરાવી હતી પરંતુ કોઈ ફરક ના પડતા બાબુભાઈ ના નાના ભાઈ અમરતભાઈ એ લાખણી તાલુકાના ગેળા ગામે આવેલ શ્રીફળ વાળા હનુમાનદાદા ના મંદિરે જમીન માપી જવાની બાધા રાખી હતી ત્યારે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં મનોકામના પૂર્ણ થતી હોય છે
જમીન માપતા માપતા દિયોદર તાલુકાના ગોલવા ગામના નાનભાઇએ મોટાભાઇ માટે જમીન માપી સોમવારે લાખણી પોહચા હતા બુધવાર સુધી ગેળા ખાતે આવેલ શ્રીફળના પહાડ વાળા એટલે કે હનુમાનદાદા ના મંદિરે પહોંચી રાખેલ બાધા પુર્ણ કરશે અમરતભાઈ જમીન માપતા માપતા જાય છે ત્યારે તેમને તકલીફ ના પડે તે માટે તેમની સાથે સેવા કરવા માટે રબારી બળદેવભાઈ વિહાભાઈ
દિનેશભાઈ ભુરાભાઈઅભુભાઇ ખીમાભાઇ અને ભુવાજી અમથાભાઇ પણ સાથે ચાલ્યા હતા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.