02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં પાણીજન્ય રોગોને ઉગતા ડામવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન : બરફની ફેકટરી અને ઠંડા પીણાના કોલાઓની તપાસ કરશે

પાટણમાં પાણીજન્ય રોગોને ઉગતા ડામવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન : બરફની ફેકટરી અને ઠંડા પીણાના કોલાઓની તપાસ કરશે   23/03/2019

 
 
 
પાટણ શહેર સહીત જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ જોવા મળતા પાણીજન્ય રોગોને ઉગતા ડામવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહીત નગરપાલિકાને પણ સજાગ થઇ બરફની ફેકટરીઓ અને ઠંડા -પીણાના કોલાઓ પર ચેકીંગ હાથધરવા સૂચના આપી છે 
 
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને ડામવા વિવિધ આયોજન ઘડી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ક્રોઓડિનેશન તપાસણી,ગૃહ મુલાકાત તેમજ પાણીના સ્ત્રોત અને પાણીની ટાંકીઓમાં કોલોરિસનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે તે માટે ટિમો બનાવાની કામગીરી કરવા સૂચના આપી છે રોગચાળો થવાનની સંભવાના સ્થળો ધ્યાને આવે ત્યાં એડવાન્સમાં ટિમ દ્વારા સર્વે સહીત રોગ પ્રતિકારક કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે 
જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવીએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં સાવચેતીના ભાગરૂપે ઉનાળામાં ઉપયોગમાં લેવાતા બરફની ફેકટરીઓ પર ચકાસણી કરવામાં આવશે અને તેના નિયમો મુજબ બરફ બનાવામાં આવે છે અને તેનું વેચાણ થાય છે તે ચકાસણી કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને શહેરમાં શરૂ થયેલા ઠંડા -પીણાના કોલાઓ પર પાલિકા અને ફૂડ ડ્રગ્સ વિભાગની કચેરી દ્વારા ઓચિંતી તપાસો હાથધરી સેમ્પલો લઇ ચકાસણી કરવામાં આવે તે માટે અમે લેખિતમાં તેમને જણાવ્યું છે . 

Tags :