02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / એક્ઝીટ પોલના તારણોને લઇ લોકોમાં ઉત્સુકતા

એક્ઝીટ પોલના તારણોને લઇ લોકોમાં ઉત્સુકતા   07/12/2018

લોકસભાની આવતા વર્ષે ૨૦૧૯ માં ચૂંટણી યોજાનાર છે તે અગાઉ છતીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, તેલંગાણા અને રાજસ્થાન એમ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેનું ગઇકાલે ૭ મી ડીસેમ્બરે મતદાન પુરૂં થયું છે ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વેની સેમિફાઇનલ ગણાતી આ પાંચે રાજ્યોની ચૂંટણીને લઇ દેશભરમાં ઉત્તેજના છવાઇ હતી. આ ચૂંટણીના મતદાન અને પરિણામ ઉપરથી લોકસભાની ચૂંટણીનું પરિણામ ઘડાનાર હોઇ રાજકીય રીતે પણ લોકોમાં ભારે ઉત્સુકતા છવાઇ છે. તેથી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ ચૂંટણીઓના પરિણામોને લઇ અવનવી અટકળો વહેતી થવા પામી છે. પાંચેય રાજ્યોમાં મતદાન ગઇકાલે પુરૂં થતાં જ વિવિધ ચેનલને ઉપર 'એક્ઝીટ પોર્લ જાહેર થવા લાગ્યા છે. જેને લઇને પણ લોકોની ઉત્સુકતા વધી પડી છે પરંતુ આગામી તા. ૧૧ મી ડીસેમ્બરે મત ગણતરી બાદ જ ઉત્સુકતાનો અંત આવશે.

Tags :