02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે એકતા રથયાત્રાનો પ્રથમ તબક્કાનો સમાપન કાર્યક્રમ યોજાયો

સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે એકતા રથયાત્રાનો પ્રથમ તબક્કાનો સમાપન કાર્યક્રમ યોજાયો   31/10/2018

 
 
 
પાટણ
અખંડ ભારત ના શિલ્પી લોહપુરૂષ સરદાર સાહેબ ને ભાવાંજલિ અર્પવા પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ગોલીવાડા, સરીયદ, વઘાસર, કાંસા, નાયતા, બાલવા, ભુતિયાવાસણા, રૂગનાથપુરા, ટાંકવાસણા વિવિધ ગામોમાં એકતારથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. જેમાં સંગઠનના સોહનજીઠાકોર, ભાવેશભાઇ જોષી, રેવાભાઇ દેસાઇ, રથના ઇન્ચાર્જ એમ.વી.ગાલવડીયા, હિરેનભાઇ પટેલ, વિસ્તરણ અધિકારી એમ.એસ.ચૌધરી, સરપંચશ્રીઓ, તલાટીઓ, બાલવૃધ્ધ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 
સરસ્વતી તાલુકાના દરેક ગામોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી રથનું સ્વાગત અને આરતી પુજન, એકતાના શપથ તેમજ સરદાર સાહેબની જીવન ચરિત્રય ફિલ્મ નિહાળી હતી. અને આનંદ વિભોર બન્યા હતા. ચારૂપ ગામ ખાતે પ્રથમ તબક્કાનું સમાપન કાર્યક્રમ અને રાત્રી સભા યોજાયી હતી.
ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને વિશ્વર સમસ્તમાં યથોચિત આદારંજંલી આપવા ગુજરાતના બીજા પનોતા પુત્ર અને ભારતના લોક લાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણનું સેવેલું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે. સરદાર સાહેબની પ્રતિમાને ૩૧મી ઓકટોબરે ખુલ્લી મુકવામાં આવશે. ગુજરાતના કેવડીયા ગામ નજીક સાધુ બેટથી એકતા અને અખંડિતતાનો સંદેશ દુનીયાભરમાં રેલાશે. દેશ અને દુનિયાના સહેલાણીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિ એક અનોખુ આકાર્ષણનું સ્થળ બની રહેશે. રાત્રી કાર્યક્રમ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવાઇ યોજાઇ હતી. 

Tags :