02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગુજરાત વિધાનસભામાં 4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યા બળ વધ્યું

ગુજરાત વિધાનસભામાં 4 ધારાસભ્યોએ લીધા શપથ, ભાજપનું સંખ્યા બળ વધ્યું   28/05/2019

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી જીતેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોઓએ આજે ભાજપના ધારાસભ્યપદ માટે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોઓને આજે ભાજપના ધારાસભ્ય તરીકે વિધાનસભાના અધ્યક્ષે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ સહિત અનેક દિગ્ગજ મંત્રીઓ હાજર રહ્યા હતા.
 
ગુજરાતમાં 4 ધારાસભ્યોએ શપથ લેતા ભાજપનું વિધાનસભામાં સંખ્યા બળ વધી ગયું છે. હાલ ભાજપનું સંખ્યાબળ વધીને 103 થઇ ગયું છે.
 
આ વિધીમાં જે તે ક્ષેત્રના ભાજપના નેતાઓને આ ચારેય પેરાશુટ નેતાઓ સાથે ગાંધીનગર પધારવા આમંત્રણ આપવામાં આપવામાં આવ્યું છે. ચાર ધારાસભ્યોમાં કેબિનેટ મંત્રી જવાહર ચાવડા માણાવદરથી, ઓગસ્ટ 2017માં કોંગ્રેસમાં બળવો કરનાર રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યથી, ડો.આશા પટેલ ઊંઝા અને પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રાથી ભાજપના મેન્ટેડ ઉપર પહેલીવાર ચૂંટાયા છે.
 
જ્યારે લોકસભામાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો કેન્દ્રમાં નવી સરકારની રચના થયા બાદ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ આપશે.

Tags :