શાળા આરોગ્ય કાર્યક્રમ થકી રાજય સરકાર સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવે છે : મંત્રી આર.સી. ફળદુ

 
 
હિંમતનઞર
સમગ્ર રાજયભરમાં આજથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ થયો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુની અધ્યક્ષતામાં આરોગ્ય સપ્તાહની ઉજવણીને હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ ખાતેથી ખુલ્લી મુકવામાં આવ્યો હતો.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કૃષિ મંત્રી  આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, જો કોઇ વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે સશક્ત હશે તો જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે શારિરીક સ્વસ્થયતા એટલી જ જરૂરી છે.  વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજય સરકારે પાયાના પ્રશ્નો ઉકેલવાની રાજનૈતિક જવાબદારી નિભાવી રહી છે. 
     બાળકોના સ્વાસ્થયની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં ૪ લાખથી વધુ બાળકોને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવાનું સુદ્દઢ આયોજન કરવામાં આવ્યું છે. માત્ર તપાસણી જ નહિ પરંતુ ગંભીર બિમારીથી પીડાતા બાળકોને સંદર્ભ સેવા આપીને રાજ્ય સરકાર સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડ તથા હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય સેવાનો લાભ મળેલ લાભાર્થીઆને સાફલ્યગાથા રજૂ કરી હતી.
 શાળા આરોગ્ય  કાર્યક્રમ ઉજવણી પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડા. મનીષ ફેન્સીએ મહેમાનોને સ્વાગત આવકાર આપી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખઅનિરુધ્ધભાઇ સોરઠીયા, જિલ્લા અગ્રણ જે.ડી. પટેલ, જેઠાભાઇ પટેલ,જિલ્લા સમાહર્તા  પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ સહિત આરોગ્યકર્મીઆને અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.