વારાહીમાં ખેડૂતની ર.પ લાખ ભરેલી થેલીની તફડંચી એક ગઠીયો પકડાયો બીજા ફરાર

પાટણ જિલ્લાના વારાહી ગામની દેના બેંકમાં ખેડૂત બેંકના ખાતામાં ર.પ લાખ રૂપિયા જમા કરાવવા ગયેલ તે સમયે હાથમાંથી પૈસા ભરેલ થેલી ઝૂંટવી બે ગઠિયા ફરાર થઈ ગયા હતા જા કે ખેડૂતે બૂમાબૂમ કરી મુકતાં સ્થાનિકોએ એક ગઠિયાને ઝડપી લઈ પોલીસના હવાલે કરી દીધો હતો.
જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના વારાહી ગામે દેના બેંકમાં ખેડૂત ભરવાડ ધનાભાઈ વહાભાઈ તેમના ખાતામાં અઢી લાખ રૂપિયા જમા કરાવવા માટે જતા હતા તે સમયે અજાણ્યા બે ઈસમો એ તેમની રેકી કરી લૂટી લેવાનો પ્લાન બનાવેલ જે મુજબ ભરવાડ છનાભાઈ વહાભાઈના હાથમાં રહેલા અઢી લાખ રૂપિયા ભરેલ થેલી લૂંટી લઈ બે ગઠીયાઓ ભાગતાં ભરવાડ છનાભાઈ એ બુમાબુમ કરતાં સ્થાનિક લોકોએ સમય સુચકતા સમજી લઈ ભાગી દોડેલા બે ગઠીયાઓનો પીછો કર્યો હતો જેમાં એક ગઠીયાને ઝડપી પાડતાં ભરવાડ છનાભાઈ વહાભાઈએ પકડાયેલ ઈસમને વારાહી પોલીસ મથકને સોપી ફરિયાદ નોંધાવવાની તજવીજ વારાહી પોલીસે હાથ ધરી છે. આ સમાચાર લખાય છે ત્યારે વારાહી પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હોઈ પકડાયેલ ઈસમ કોણ છે તે જાણી શકાયું નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.