02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં આહીર સમાજની વિશાળ રેલી યોજાઈ

રાધનપુરમાં આહીર સમાજની વિશાળ રેલી યોજાઈ   28/12/2018

 
 
                   ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટના મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામને દિલ્હીમાં ધરણા ઉપર બેસવાની પરમિશન આપવામાં ના આવતાં સમગ્ર ગુજરાતના પગને રાધનપુરમાં પણ આહીર સમાજ દવારા પ્રબળ આક્રોશ સાથે વિશાળ બાઈક રેલી યોજીને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ આવેદનપત્રમાં સરકારે આંદોલનને અને આહીર સમાજની તાકાતને તોડવાનો પ્રયાસ કર્યો હોવાનો અને સમગ્ર ભારતભરમાં ૨૬ કરોડની વસ્તી ધરાવતા આહીર સમાજે સેનામાં દેશહિતમાં અનેક બલિદાનો આપ્યા છે,અને ૧૯ જેટલી જ્ઞાતિ અને ક્ષેત્ર આધારિત રેજિમેન્ટો છે,છતાંય આહીર રેજિમેન્ટનું ગઠન ના કરીને સરકાર ભારતના ૨૬ યાદવો સાથે અન્યાય કરી રહ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અન્યાયના વિરોધમાં પ્રવીણ રામ ૨૭ ડિસેમ્બરે દિલ્હીમાં જંતર-મંતર ખાતે ધારણા ઉપર બેસવાના હતા,પરંતુ સરકાર દ્વારા પરમિશન ના આપતા દેશમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.આવેદનપત્રમાં આહીર સમાજે પાંચ માંગો મૂકી છે, જેમાં ૨૬ કરોડ આહીર સમાજના લોકોની માંગને ધ્યાનમાં લઈને ભારતીય સેનામાં આહીર  રેજિમેન્ટનું ગઠન કરવામાં આવે અથવા તો તમામ રેજિમેન્ટો નાબૂદ કરીને માત્ર ભારતીય સેના જ કરી નાખવામાં આવે,૧૮ નવેમ્બરને રેજાગલા શૌર્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવે, રેજાગલાની શૌર્યગાથા ઓનો તમામ રાજ્યના પાઠ્‌યપુસ્તકોમાં સમાવેશ કરવામાં આવે,દેશ માટે શહિદ થનાર તમામ સૈનિકોના પરિવારને સંતોષકારક સહાય આપવામાં આવે અને સમગ્ર ભારતમાં આહીર સમાજના જાતિગત આંકડા જાહેર કરવામાં આવે તેવી માંગોનો સમાવેશ થાય છે.આ માંગોને લઈને પ્રવીણ રામ ધરણા કરવા માંગતા હતા પરંતુ મંજૂરી ના આપીને લોકશાહી ઢબે ચાલતા આંદોલનને અને આહીર સમાજને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જેમાં સરકાર સફળ થઇ નથી.આવનારી ૪ ફેબ્રુઆરીના રોજ ૨૬ કરોડ યાદવો દિલ્હી તરફ કૂચ કરશે અને સરકાર દવારા હકારાત્મક નિરાકરણ નહિ લાવવામાં આવે તો ૨૦૧૯ ની ચૂંટણીમાં સરકારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.આ પ્રસંગે આહીર સમાજના અગ્રણીઓ વઢિયાર આહીર સમાજના પ્રમુખ બાબુભાઇ આહીર, ડા.મહેન્દ્ર ભાઈ આહીર, રામાભાઈ આહીર,આહીર એકતા મંચના પ્રમુખ બાબુભાઇ આહીર, પાટણ જિલ્લા આહીર એકતા મંચના પ્રમુખ કાનાભાઇ આહીર, જીવણભાઈ આહીર, હરદાસભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :