પાલનપુરમાં પેટ્રોલ ભરાવતા સમયે બાઇકમાં આગ

પાલનપુર ; પાલનપુર એરોમા સર્કલ નજીક અમદાવાદ હાઇવે નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર ચાલુ બાઇકમાં પેટ્રોલ ભરાવવા સમયે આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હોવાનો વિડિઓ વાયરલ થયો હતો. જોકે, કર્મચારીએ અગ્નિસામક સાધનથી ત્વરિત આગ બુજાવી દેતાં મોટી દુર્ઘટના ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુરતની બિલ્ડીંગમાં લાગેલી આગ બાદ બનાસકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા તમામ જાહેર બિલ્ડીંગો સહિતના સ્થળે અગ્નિશામક સાધનોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે શહેરમાં આગની ઘટનાઓ પણ બની રહી છે. જ્યાં બે દિવસ અગાઉ આબુ હાઇવે નજીકની બિલ્ડીંગની લીફટમાં આગ લાગી હતી. જે બાદ પાલનપુર- અમદાવાદ હાઇવે નજીક આવેલા એમ. એ. માસ્ટર પેટ્રોલ પંપ પર એક યુવક કલચ વાયર તૂટેલો હોઈ પોતાનું બાઇક ચાલુ રાખી પેટ્રોલ પુરાવી રહ્યો હતો. દરમિયાન અચાનક ડેકી પાસે આગ ભભૂકી ઉઠતાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. જોકે, આગ વધુ પ્રસરે તે પહેલા પેટ્રોલ પુરતાં અન્ય કર્મચારીએ દોડી આવી અગ્નિશામક સાધન વડે આગ બુજાવી દેતાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.