02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દેશના નાણાં મંત્રી અરુણ જેટલી નાદુરસ્ત તબિયતના કારણે સરકારમાં નહીં રહે?

દેશના નાણાં મંત્રી અરુણ જેટલી નાદુરસ્ત તબિયતના કારણે સરકારમાં નહીં રહે?   26/05/2019

નવી દિલ્હી: નાણા પ્રધાન અરુણ જેટલીની તબિયત નાદૂરસ્ત હોવાનું જાણવા મળ્યું છે. 23મેના રોજ પરિણામ સ્પષ્ટ થયા પછી બીજેપી કાર્યાલયપર થયેલા વિજય મહોત્સવમાં પણ તેઓ જોવા મળ્યા નહોતા. તે ઉપરાંત 25 તારીખે સાંજે જ્યારે નરેન્દ્ર મોદીને એનડીએના વડા તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારે પણ તેઓ હાજર રહી શક્યા નહોતા.
 
અરુણ જેટલી મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં મોટા ભાગનો સમય નાણામંત્રી રહ્યા છે. તેઓ આ વર્ષે 22 જાન્યુઆરીએ અમેરિકામાં એક મહત્વની સર્જરી કરાવવા ગયા હોવાથી તેઓ મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કરી શક્યા નહોતા અને આ જવાબદારી પિયૂષ ગોયલને આપવામાં આવી હતી.

Tags :