02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ભિલોડાના સુનસર ગામે પતિને દુપટ્ટા વડે પલંગના પાયા સાથે બાંધી પત્નીનો એસિડ એટેક

ભિલોડાના સુનસર ગામે પતિને દુપટ્ટા વડે પલંગના પાયા સાથે બાંધી પત્નીનો એસિડ એટેક   20/05/2019

ભિલોડા તાલુકાના મુળ સુનસરનો રહીશ અને અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં નોકરી કરતા યુવાનને રાત્રિ સમયે ભર નિંદ્રામાં તેની પત્નીએ પલંગ સાથે હાથપગ બાંધી દઇ તેની ઉપર એસિડ નાખવાનો પ્રયાસ કરાતાં પત્નીના એસિડ હુમલામાં આંખો અને હોઠ ઉપર દાજી ગયેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પત્નીની કરતુતથી ડઘાઈ ગયેલા સુનસરના આ યુવાને ભિલોડા પોલીસ સ્ટેશનમાં પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તમો મને સારુ રાખતા નથી અને ઘરમાં મારી કોઇ વેલ્યુ નથી તેમ કહી અવારનવારઝઘડા કરતી પત્નીએ મોકો ઉઠાવી અદાવત રાખી એટેક કર્યો હતો.
 
સુનસરના રમેશભાઇ ધુળાભાઇ જોષીયારાના લગ્ન 20 વર્ષ અગાઉ સમાજના રીતી રીવાઝ મુજબ ફાલ્ગુનીબેન સાથે થયા હતા. અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં નોકરી કરતા યુવાનને તેની પત્ની અવારનવાર કહેતી કે તમો મને સારુ રાખતા નથી અને ઘરમાં મારી કોઇ વેલ્યુ નથી તેમ કહી અવાર નવાર ઝઘડા કરતી હતી. પરંતુ પતિ તેની વાતો ગણકારતો ન હોવાથી મહિલાએ તેની અદાવત રાખી પતિ શનિવારે રાત્રે 1-15 કલાકે મકાનના હોલમાં ઊંઘતો હતો. ત્યારે પત્નીએ તકનો લાભ લઇ દુપટ્ટા વડે પતિના હાથપગ પલંગના પાયા સાથે બાંધી દઇ તેના મોઢા ઉપર એસિડ નાખવા જતા પતિએ ભાગવાની કોશીશ કરી હતી.પરંતુ હાથપગ દુપટ્ટાથી બાંધેલા હોવાના કારણે એસિડ તેની આંખોમાં અને હોઠ ઉપર લાગી જતાં તે દાઝી ગયો હતો.રાત્રે પત્નીએ એસિડ એટેક કરતાં પતિએ બુમાબુમ કરી મુક્તા બાજુમાંથી તેની દીકરી અને ભત્રીજી દોડી આવ્યા હતા. જોકે મોઢાના ભાગે દાજી ગયેલા અને પત્નીની હરકતથી ગભરાઇ ગયેલા રમેશભાઇ ધુળાભાઇ જોષીયારા રહે.સુનસર છાપરા,તા.ભિલોડા નાએ પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ફાલ્ગુનીબેન જોષીયારા વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઇ હતી.

Tags :