લિફ્ટમાં માથુ છૂંદાઇ જતાં બાળ મજૂરનું દર્દનાક મોત

આનંદનગર હોટેલ પ્લેટિનમ રેસીડન્સીમાં કામ કરતો 13 વર્ષનો મેહુલ મીણાનું ગુડ્સ લિફ્ટમાં ફસાવાથી ગુરુવારે સવારે મોત નિપજ્યું હતું. 7 વાગે કામ પર આવેલો મેહુલ ગુડ્સ લિફ્ટમાં ચઢ્યો હતો. લિફ્ટની ત્રણ તરફ સેફ્ટી માટે કોઇ દિવાલ કે જાળી લગાવી ન હોઇ મેહુલે જમણી તરફ માથુ બહાર કાઢતા તેનું મોત નિપજ્યું હતું. એફએસએલની તપાસમાં ગુડ્સ લિફ્ટમાં સેફ્ટીનો અભાવ જણાયો હોવાથી ઘટના બની હોવાથી પોલીસે હોટેલના મેનેજર રામચંદ્ર શર્મા, હોટેલ માલીક અશોક દામાણી સામે સાઅપરાધ મનુષ્ય વધ અને મૃતક 18 વર્ષથી નાની ઉંમરનો હોઇ જુએનાઇલ જસ્ટીસ એક્ટ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ 75 અને 79 અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.