02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / સુપ્રીમ કોર્ટના નિયત કરેલા સમય સિવાય ફટાકડા ફોડસો તો થસે ગંભીર સજા, જાણો શું છે સજા?

સુપ્રીમ કોર્ટના નિયત કરેલા સમય સિવાય ફટાકડા ફોડસો તો થસે ગંભીર સજા, જાણો શું છે સજા?   06/11/2018

આ દિવાળીએ ફટાકડાં તો ફુટશે પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુપ્રીમ કોર્ટે ફટાકડાંને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જો કે રાહતની વાત એ છે કે ગત વર્ષની જેમ આ વર્ષે ફટાકડાંના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી લગાવાયો અને કેટલીક શર્તોની સાથે ફટાકડાંના વેચાણ અને સળગાવવાની મંજૂરી આપી છે.
 
માત્ર લાયસન્સ ધરાવનારાંઓ જ ફટાકડાં વેંચી શકશે.તેજ અવાજવાળા ફટાકડાંના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ માત્ર ગ્રીન અને સેફ ફટાકડાં વેંચી શકાશે. દિવાળીની રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડાં ફોડવાની છૂટ. એટલે કે માત્ર 2 કલાક જ ફટાકડાં ફોડી શકાશે. ફટાકડાં માત્ર કેટલીક ખાસ જગ્યાએ જ સળગાવવાની મંજૂરી. ફટાકડાંને ઓનલાઈન વેચવા પર પણ પ્રતિબંધ.ફટાકડાંની લૂમ ખરીદવા, વેચવા અને ફોડવા પર તેમજ વિદેશી ફટાકડાં પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ ધર્મો પર ફટાકડાંને લઈને આ આદેશ લાગુ. ધાર્મિક જલસાઓમાં પણ ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ.
 
ન્યૂ યર અને ક્રિસમસ પર પણ ફટાકડાં ફોડવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાત્રે 11.55થી 12-30 સુધી જ ફટાકડાં ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રદેશના ગૃહ વિભાગ દ્વારા તમામ કલેક્ટર અને એસપીને આદેશ જાહેર કર્યાં છે. જેમાં જણાવાયું છે કે દિવાળીની રાત્રે 8થી 10 વાગ્યા સુધી આતશબાજી કરી શકાશે. ગૃહ વિભાગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો હવાલો આપતાં તમામ કલેક્ટર-એસપીને તેમના મુજબ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું કહ્યું છે. ગાઈડ લાઈનમાં સ્પષ્ટ કહેવાયું છે કે જો આદેશનું ઉલ્લંઘન થશે અને ફરિયાદ મળશે તો સંબંધિત પોલીસ ઈન્ચાર્જને વ્યક્તિગત રૂપે જવાબદાર ગણાવવામાં આવશે. અને તેના વિરૂદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી થઈ શકે છે. જે બાદ કલેક્ટર અને એસપીએ તમામ ટીઆઈને આ આદેશના પાલનના નિર્દેશ આપ્યાં છે.
 
પોલીસ આયુક્તે કહ્યું કે અધિસૂચનાનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ IPCની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ કલમ મુજબ 6 મહિનાની જેલ અને 1000 રૂપિયાના દંડની જોગવાઈ છે. પોલીસ રાત્ર 10 વાગ્યા બાદ પોત પોતાના ક્ષેત્રોમાં ચક્કર લગાવશે અને આદેશ છતાં કોઈ ફટાકડાં ફોડતાં દેખાશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરશે. આ ઉપરાંત પોલીસને જો આ અંગે કોઈ ફરિયાદ મળશે તો પણ તેઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરશે. અધિસૂચના 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી પ્રભાવી રહેશે.
 
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ નિર્ધારિત સમયમાં હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, CNG પંપ, પેટ્રોલ પંપ અને ધાર્મિક સ્થળ પર કે તેની આજુબાજુ ફટાકડાં ન ફોડી શકાય.

Tags :