ડીસામાં મીઠાઈ અને ફરસાણ બનાવતા ગોડાઉનમાં બોઈલર ફાટ્યું : બે મજૂર દાજતા સારવાર અર્થે ખસેડાયા

ડીસાના સિંધીકોલોની વિસ્તારમાં આવેલ એક ફરસાણ બનાવવાના ગોડાઉન ઉપર એકાએક બોયલર ફાટતા બે વ્યક્તિ ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
ડીસાના સિંધીકોલોની નજીક રહેણાંક વિસ્તારમાં મુખ્ય બજારમાં આવેલ હરિઓમ સ્વીટ માર્ટનું ફરસાન અને મીઠાઈ બનાવવાનું ગોડાઉન આવેલું છે.જ્યાં દિવસ દરમિયાન મીઠાઈ અને નમકીન બનાવવાનું ગોડાઉન ધમધમેં છે.રહેણાંક વિસ્તારમાં આવેલા આ ગોડાઉન શુક્રવારના રોજ મજૂરો કામ કરતા હતા તે દરમિયાન ગોડાઉનમાં આવેલું બોઇલર એકા એક ધડાકાભેર ફાટ્‌તા ગોડાઉનનું ધાબુ પણ તૂટી જવા પામ્યું હતું.જેને લીધે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બોઇલરમાંથી ઉકલતું તેલ બહાર નીકળતા નજીકમાં મીઠાઈ બનાવતા માનસિંહ  મનહર સિંહ રાજપૂત ઉંમર૨૫ અને ખેતસિંહ પ્રેમસિંહ રાજપૂત ઉંમર ૨૩ વર્ષ ગંભીર રીતે દાજી ગયા હતા.જેને આસપાસના લોકો સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ફરજ પરના ડોકટરો એ આ બન્નેની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જોકે રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે બનેલી આ ઘટનાને લઈ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ જતાં અગાઉ પણ આ ગોડાઉનમાં બોઇલર ફાટ્યું હોવાની બાબત પણ સ્થાનિક રહીશો જણાવી હતી અને સત્વરે આ ગોડાઉન અન્યત્ર ખસેડાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્‌યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.