02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં પકોડીઓની બાર જેટલી લારીઓ ઉપર નગરપાલિકાનો છાપો

રાધનપુરમાં પકોડીઓની બાર જેટલી લારીઓ ઉપર નગરપાલિકાનો છાપો   31/07/2018

ગુજરાત રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં પકોડીની લારીઓ ઉપર તંત્રની કડકાઈને ધ્યાનમાં લઈને રાધનપુર શહેરમાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીની સુચનાને પગલે સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંતભાઈ સોનીએ પોતાની ટીમને સાથે રાખીને પટણી દરવાજાથી ચાર રસ્તા અને ત્યારબાદ હાઇવે ચાર રસ્તાથી મસાલી રોડ ઉપર  પકોડીની લારીઓ ઉપર છાપો  માર્યો હતો અને સડેલા બટાકા,પકોડીમાં  નાખવામાં આવતું ગંદુ પાણી અને આરોગ્ય માટે હાનિકારક રગડો ઝડપી લઈને પકોડીના વેપારીઓને દંડ ફટકાર્યો હતો.
પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંતભાઈ સોનીના જણાવ્યા મુજબ સોમવારે ઓફિસ ખુલતા જ ચીફ ઓફિસરના આદેશ અનુસાર પટણી દરવાજાથી શરુ કરીને મસાલી રોડ ઉપર  ધમધમતી પકોડીની લારીઓ ઉપર છાપો મારવામાં આવ્યો હતો,અને ૧૨ જેટલી લારીઓ તપાસીને ૧૦ કિલો સડેલા બટાકા,બે કિલો રગડો અને ૧૦ લીટર જેટલું પકોડીમાં નાખવામાં આવતું ગંદુ પાણી ઝડપીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. તમામ લારીઓના માલિકોને રૂ.૨૦૦ થી માંડીને રૂ.૫૦૦ સુધીનો દંડ ફટાકરી કુલ રૂ.૨૨૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે હજુ પણ નગરપાલિકા દવારા આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.
 
 
 
 

Tags :