02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / પરપ્રાંતિયો ઉપર હુમલા : અલ્પેશ ઠાકોર માટે બાવાના બેય બગાડે તેવી સ્થિતિ

પરપ્રાંતિયો ઉપર હુમલા : અલ્પેશ ઠાકોર માટે બાવાના બેય બગાડે તેવી સ્થિતિ   08/10/2018

સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાના પ્રત્યાઘાત રૂપે છેલ્લા પાંચેક દિવસથી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતિયો ઉપર હુમલા થઇ રહ્યા છે.જેના પગલે પરપ્રાંતીય લોકો હિજરત કરવા લાગ્યા છે ત્યારે આ હુમલા ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરના કથિત ઇશારે થતાં હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. તો ગુજરાતમાં યુપી બિહારના લોકો ઉપર હુમલાની અસર કોંગ્રેસનાં યુવા નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાજકીય ક્ષેત્રે ચોક્કસ પ્રભાવિત કરી રહ્યા છે.કારણકે તેઓને કોંગ્રેસ દ્વારા બિહારની જવાબદારી સોંપી ત્યાં કોંગ્રેસનો ગઢ મજબૂત કરવા જણાવાયું છે જેથી આ હુમલાઓની ઘટનાથી તેમની સ્થિતિ બાવના બેયું બગડે તેવી થઇ ગઈ છે.
 
 ઢુંઢર ગામે બાળકી ઉપર એક પરપ્રાંતીય શખ્સ દ્વારા દુષ્કર્મનું જધાન્ય કૃત્ય માફીને બિલકુલ લાયક નથી.પરંતુ પાડાના વાંકે પખાલીને ડામની જેમ બીજા નિર્દોષ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે.અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી પરપ્રાંતીય લોકો ઉપર હુમલા થઈ રહ્યા છે.જેની પાછળ ઠાકોર સેનાનો દોરી સંચાર હોવાના આક્ષેપ ઉઠ્યા છે.ત્યારે બિહારમાં કોંગ્રેસને મજબૂત બનાવવા જેમને જવાબદારી સોંપાઈ છે તેવા અલ્પેશ ઠાકોર માટે અત્યારે ભારે વિંટબણા સર્જાઈ છે.એક બાજુ તેમની ઉપર પરપ્રાંતિયો ઉપર હુમલાના આક્ષેપો થઈ રહ્યા છે બીજી તરફ બિહારમાં એજ પરપ્રાંતીય બિહારી લોકોને કોંગ્રેસમાં વિશ્વાસ જગાવવો તેમની માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે.પક્ષના પ્રચાર માટે બિહાર જવું કે ઠાકોર સેનાના કાર્યકરોને સાચવવા તે એક પ્રશ્ન થી પડ્યો છે.

Tags :