બનાસકાંઠામાં વિરોધ પ્રદર્શન કરતા શિક્ષકોની અટકાયત

વિવિધ માંગણીઓને લઇ ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો કરવા જતાં જીલ્લામાં ડીસા, દિયોદર તેમજ ઘણી જગ્યાએથી શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી.
 
રાજયના પ્રાથમિક શિક્ષકોએ વિવિધ માંગણી અને  પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના આદેશ અનુસાર ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેને સફળ  બનાવવા રાજ્યભર માંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. ત્યારે શિક્ષકોના વિધાનસભા ઘેરાવાને નિષ્ફળ બનાવવા માટે પોલીસે પણ કમર કસી હતી. અને ગાંધીનગર જતા શિક્ષકોને  અટકાવવા માટે ઠેરઠેર સઘન ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
 
ડીસા, પાલનપુર, દિયોદર ખાતે ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં ખાનગી વાહન મારફતે ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવો કરવા જતાં  શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ મથકે લઇ જવાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.