જીલ્લાને હરિયાળો બનાવવા વૃક્ષારોપણ અને પાણીનો સંચય કરવાનો દૃઢ સંકલ્પ

પાલનપુર : જીલ્લાના ખેડૂતોની સંસ્થા બનાસબેંકની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા ગતરોજ દાંતીવાડા કૃષિ યુનીવર્સિટીના ઓડીટોરીયમ હોલમાં યોજાઈ હતી. જીલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં પધારેલ ખેડૂત નેતાઓ, સભાસદો, મંડળીઓના ચેરમેન -મંત્રીઓને આવકારતા બેંકના ચેરમેન એમ.એલ.ચૌધરીએ બનાસબેંકના પ્રગતિનો અહેવાલ રજુ કરતા જણાવ્યું હતું કે, અહેવાલના વર્ષમાં બેંકનું શેરભંડોળ ગત વર્ષના અંતે ૬૭ કરોડ હતુ તેમાં ચાલુ સાલે ૪ કરોડનો વધારો થયો છે અને ૭૧ કરોડે પહોંચેલ છે. બેંકના પોતાના ફંડો ગત વર્ષે ૧૪૬ કરોડ હતા તેમાં ૧૭ કરોડનો વધારો થતા ૧૬૩ કરોડ થયેલ છે. થાપણો ગત વર્ષે ૧૬પ૬ કરોડ હતી તેમાં છેલ્લા એક વર્ષમાં ૧૩૦ કરોડનો વધારો થતા ૧૭૮૬ કરોડ થઈ છે. બેંકનું ધિરાણ પણ ગત વર્ષે ૧૦ર૯ કરોડ હતું તેમાં ૧૮૭ કરોડ વધારો થતા ૧ર૧૩ કરોડ પહોંચેલ છે. બેંકનો નફો પણ ગત વર્ષના ૮ કરોડ ૭૦ લાખથી વધીને ૯ કરોડ ર૧ લાખ થયેલ છે. આમ જીલ્લાના નાગરીકોના વિશ્વાસથી બેંકની સર્વાંગ પ્રગતિ શક્ય બની છે. વધુમાં તેમણે બેંકના માધ્યમથી ખેડૂતોને મળતી સુવિધાઓ બાબતે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની ગ્રામ્ય ગોડાઉન યોજના થકી ૧૧પ ગોડાઉન તૈયાર થયા છે અને તેમને ૭ કરોડ ૧ર લાખની સબસીડીનો લાભ મળેલ છે. બીજા ૧પ ગોડાઉન મંજુર થયા છે અને ચાલુ સાલે ૩પ ગોડાઉન બનાવવા સરકારશ્રીને દરખાસ્ત કરી છે. તેનાથી ખેડૂતો ઉત્પાદીત માલનો સંગ્રહ સારી રીતે કરી શકશે. આ ઉપરાંત ભારત સરકારે શરૂ કરેલ “કિસાન સન્માન નિધિ” યોજનામાં બેંકના માધ્યમથી પ૩૪૭૦ ખેડૂતોને રૂ.૪૦૦૦/- તેમના ખાતામાં જમા મળેલ છે .કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં બેંકના માધ્યમથી જાડાયેલ થાપણદારો પૈકી ૯પ વિમા ધારકોનું દુઃખદ અવસાન થતા તેમના વારસદારોને રૂ.૧ કરોડ ૯૦ લાખ ચુકવેલ છે તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં ૧ વીમા ધારકનું અવસાન થતા તેમના વારસદારોને રૂ. ર લાખ ચુકવેલ છે તેમણે સાવ નજીવા પ્રિમીયમથી ઉપલબ્ધ વિમા યોજનામાં બાકી રહેતા તમામને જાડવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણો જીલ્લો પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે તો બનાસબેંકે પણ પશુપાલન માટે ૧૮૩ર.પ૭ લાખનું ધિરાણ કરેલ છે તેમ જણાવ્યું હતું. સાધારણ સભાને સંબોધતા જીલ્લા સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસબેંક સાથે મારો નાતો વર્ષો જુનો છે અન ૧૯૭ર માં હું બેંકમાં નોકરી કરતો હતો. તેમણે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં અનેકવિધ ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી યોજાનાઓની માહીતી પુરી પાડી હતી. બનાસકાંઠાના પ્રતીનિધિ તરીકે તેમણે તાજેતરમાં કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩પ એ નાબુદ કરવા માટે તેમણે કરેલ મતદાન બદલ સાધારણ સભાએ તેમનું વિશેષ બહુમાન કર્યુ હતું. અને ગુજરાતના ગૌરવરૂપ નરેન્દ્રભાઈ મોદી અને અમીતભાઈ શાહ દ્વારા રાષ્ટ્રને મજબુત કરવા લેવાઈ રહેલા પગલાંને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું.
બનાસડેરીના ચેરમેન અને ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંકના વાઈસ ચેરમેન શંકરભાઈ ચૌધરીએ છેલ્લા વર્ષોમાં ચેરમેન એમ.એલ.ચૌધરીના વડપણ હેઠળ બેંકે જે અદભુત પ્રગતિ કરી રહી છે તે બદલ ચેરમેન અને નિયામક મંડળને હદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉપÂસ્થત ખેડૂતોને આવનાર સમયમાં જે પડકાર આવવાના છે તેની જાણકારી આપતા જણાવ્યું હતું કે જા આપણે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને જળસંચયના કાર્યો નહી કરીએ તો આવનારી પેઢીઓને જીવવુ મુશ્કેલ બની જશે. બનાસડેરી દ્વારા તાજેતરમાં ૧૦ કરોડ વૃક્ષો વાવવાનો જે સંકલ્પ કર્યો છે તે સાકાર કરીને દશ વર્ષે જીલ્લાને હરીયાળો બનાવવા સહયોગ આપવા જણાવ્યું હતું અને વૃક્ષારોપણને જનજનનું આંદોલન બનાવવુ છે તેમ જણાવ્યું હતું તેમણે જળસંચયનું કામ જા આપણે હાથ ઉપર નહી લઈએ તો ૧૦-૧પ વર્ષમાં જીલ્લો રણ જેવો બની જશે તેમ જણાવ્યું હતું.બનાસબેંક સાથે જાડાયેલ મંડળીઓએ પણ કામ ઉપાડી લેવા જેવુ છે તેમ જણાવ્યું હતું. 
બેંકના મેનેજીંગ ડીરેક્ટર એમ.બી.પટેલે પ્રેઝન્ટેશન દ્વારા બેંકની સ્થાપના સમય ૧૯પ૯ થી દર દશ વર્ષે બેંકની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો અને એજન્ડા મુજબની કામગીરી કરી હતી. અને સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. બેંકના પૂર્વ ચેરમેન દલસંગભાઈ પટેલે જણાવ્યું હતું કે બનાસબેંકની પ્રગતિ બદલ ચેરમેન અને તેમની ટીમને અભિનંદન પાઠવુ છું તેમણે જીલ્લામાં મેડીકલ કોલેજ લાવવા બદલ શંકરભાઈને પણ અભિનંદન પાઠવ્યા હતા. જીલ્લા સહકારી સંઘ અને એપીએમસી થરાના ચેરમેન અણદાભાઈ પટેલે છેલ્લા ૧૦ વર્ષમાં બનાસબેંકની થયેલ પ્રગતિને બીરદાવી હતી. પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ ખેડૂતોની જીવાદોરી સમાન બનાસબેંકની પ્રગતિ બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો અને બેંકનો લાભ નાનામા નાના માણસોને મળે તે જાવા અનુરોધ કર્યો હતો. ધાનેરાના ધારાસભ્ય નથાભાઈએ નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરનારનો વિકાસ થશે જ તેમ જણાવી બેંકના માધ્યમથી નવી ટેકનોલોજી આવતા ખેડૂતોને ઘણો લાભ થયો છે અને તેમણે ચેરમેનને સર્વાંગી પ્રગતિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. બેંકની સાધારણ સભામાં પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જાઈતાભાઈ પટેલ, પૂર્વધારાસભ્ય લવીંગજી ઠાકોર, પૂર્વ ર૦ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન માવજીભાઈ પટેલ, બનાસડેરીના વાઈસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, વિજયભાઈ ચક્રવર્તી, જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન દેવજીભાઈ પટેલ, એ.પી.એમ.સી. વડગામના ચેરમેન કેશરભાઈ ચૌધરી, એ.પી.એમ.સી. રાધનપુરના ચેરમેન અમથાભાઈ, એ.પી.એમ.સી, વારાહીના ચેરમેન હરીસિંહજી, એ.પી.એમ.સી. ધાનેરાના ચેરમેન ભુરાભાઈ, એ.પી.એમ.સી., પાલનપુરના ફતાભાઈ, એ.પી.એમ.સી. પાંથાવાડાના ચેરમેન સવસીભાઈ, વેરહાઉસંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઈ માળી, બનાસબેંકના ડીરેક્ટર રેશાભાઈ, બાબુભાઈ ચૌધરી, શેલેષભાઈ પટેલ, બાબુભાઈ પનકુટા, દેવજીભાઈ પટેલ, પ્રભુદાસ પટેલ, કેશરભાઈ વાયડા, જીવરાજભાઈ દેસાઈ, દુદાજી રાજપુત, ઈશ્વરભાઈ પટેલ, જશુભાઈ પટેલ, જીતેન્દ્રસિંહ ડાભી, સીતાબેન રાવલ, દોલીબેન કરેણ, દોલતપુરી ગૌસ્વામી, બનાસડેરીના ડીરેક્ટરઓ, બનાસડેરીના એમ.ડી.કામરાજભાઈ, વીરજીભાઈ જુડાલ, વસંતભાઈ પુરોહિત, સવાભાઈ લોડપા, દિનેશભાઈ અનાવાડીયા, પદમ શ્રીગેનાજી પટેલ, વાવ રાણા, ગજેન્દ્રસિંહજી, જીલ્લા ભાજપના મહામંત્રીઓ, ભારતસિંહ ભટેસરીયા, અમૃતભાઈ દવે, ઉમેદદાન ગઢવી,  અશ્વિનભાઈ પરમાર, જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ માલજીભાઈ દેસાઈ, સ્વામી આનંદ રાજેન્દ્ર, ગુમાનસિંહ ચૌહાણ, મેરૂજી ધુંખ, રસીકજી ઠાકોર, બાદરસિંહ વાઘેલા, લક્ષ્મીબેન કરેણ, ઈશ્વરભાઈ દેસાઈ શામળભાઈ જસલેણી, ભગુભાઈ કુગશીયા, મોતીભાઈ જુઆ, અમૃતભાઈ દેસાઈ, નુરભાઈ ઉમતીયા, તાલુકા ભાજપના પ્રમુખઓ તાલુકા સંઘોના ચેરમેનઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો સહિત વિશાળ સંખ્યામાં બેંકના સભાસદો હાજર રહ્યા હતા. સાધારણ સભાની આભારવિધી બેંકના વાઈસ ચેરમેન જીગરભાઈ દેસાઈએ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.