થરા માર્કેટયાર્ડના વર્તમાન બોર્ડ ઓફ ડીરેક્ટરો બિનહરિફ

 
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરમાં આવેલ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતિ માર્કેટયાર્ડ થરાના બોર્ડ ઓફ ડીરેક્ટરર્સની મુદત પુર્ણ થતાં ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામકે ગુજરાત ખેત ઉ.બ.અધિનિયમ - ૧૯૬૩ ની કલમ ૧૧ માં કરેલ જાગવાઈ અનુસાર ખેડુત વિભાગની ૦૮, વેપારી વિભાગ - ૦૪, અને સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગની ૦ર એમ કુલ ૧૪ બેઠકોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી પણ લોકસભા સામાન્ય ચૂંટણી ર૦૧૯ ની આદર્શ આચાર સહીતા લાગુ થતાં ચુંટણી પ્રક્રિયા જે તબક્કે હતી ત્યાં સ્થગીત કરેલ. લોકસભાનું પરિણામ જાહેર થયા પછી જે તે તબક્કે અટકેલી માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયાની નોટીસ જાહેર કરી ચાલુ કરતાં ગત તા.ર૯/પ/ર૦૧૯ ના આવેદનપત્રો રજુ કરવાના દિવસે વેપારી મતદાર મંડળની ૪ બેઠકો માટે ચાર ઉમેદવારીપત્રો સહકારી ખરીદ વેચાણ મંડળી ૦ર બેઠકો માટે ૦ર અને ખેડૂતો વિભાગની ૦૮ બેઠકો માટે બાર ઉમેદવારી પત્રો જીલ્લા રજિસ્ટાર નૈલેષભાઈ પટેલ સમક્ષ રજુ થતાં ખેડુત વિભાગની ચૂંટણી યોજાશે તેવી ચર્ચા વચ્ચે ગઈકાલે તા.ર/૬/ર૦૧૯ ને રવિવારે ઉમેદવારી પત્રો પરત ખેચવાની સમય મર્યાદામાં ખેડુત વિભાગના- પાણ રામશીભાઈ દેવણભાઈ, પટેલ જેસુંગભાઈ શીવાભાઈ, પટેલ બળવંતભાઈ દેવજીભાઈ, કાળા મહાદેવભાઈ રામશીભાઈ એ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેચી લેતા વર્તમાન ચેરમેન અણદાભાઈ રામાભાઈ પટેલની સમગ્ર પેનલ બીનહરીફ જાહેર થઈ હતી.  
બીનહરીફ થયેલ ૧૪ બોર્ડ ઓફ ડીરેક્ટરોમાં ખેડૂત વિભાગમાં અનુભા કરણસિંહ વાઘેલા, તલુભા મમુભા વાઘેલા ઉણેચા પ્રતાપજી કાળુજી, ઠાકોર ભુપતાજી સરદારજી (વર્તમાન વાઈસ ચેરમેન), પટેલ કરશનભાઈ રમાભાઈ કણબી, પટેલ રાજાભાઈ રત્નાભાઈ, ભાંગરા ખુમાભાઈ કરશનભાઈ દેસાઈ, રબારી પ્રવીણકુમાર અમરતભાઈ તેમજ વેપારી વિભાગમાં પટેલ માનસુંગભાઈ વીરાભાઈ, પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈ શાહ ચંંપકલાલ દેવચંદભાઈ નાંગોહ રામજીભાઈ મેવાભાઈ દેસાઈ,  સહકારી મંડળીઓના ખરીદ વેચાણ વિભાગ - પટેલ અણદાભાઈ રામાભાઈ (વર્તમાન ચેરમેન), પટેલ લક્ષ્મણભાઈ નાનજીભાઈ અને ગત ટર્મના ચૌદે ચૌદ ડીરેક્ટરો બિન હરીફ જાહેર થતાં ચેરમેન પદે પુનઃ અણદાભાઈ પટેલ આરૂઢ થશે. થરા માર્કેટયાર્ડના ચેરમેન પદે તા.૯/૬/ર૦૦ર થી અણદાભાઈ પટેલ કાર્યભાર સંભાળી રહ્યા છે. થરા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ તમામ બીન હરીફ જાહેર થતાં હવે ચેરમેન  - વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયાની તારીખ નક્કી થશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.