02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક ટ્રકમાંથી ૧૭.૭૪ લાખનો દારૂ ઝડપ્યો

શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક ટ્રકમાંથી ૧૭.૭૪ લાખનો દારૂ ઝડપ્યો   26/12/2018

 
 
                               ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં ગુજરાતીઓ કરોડો રૂપિયાનો દારૂ ગટગટાવી જતા હોય છે ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં બુટલેગરો દારૂના બંધારણીઓ માટે અને મોજમસ્તી માટે ગુજરાતમાં ઠેર ઠેર ઠેકાઓ ઉભા કરી અને હોમડિલિવરી મારફતે દારૂ પહોંચાડી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે દારૂબંધીની કડક અમલવારી કરવા માટે પોલીસતંત્રને આદેશ આપતા બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે શામળાજી પી.એસ.આઈ મેહુલ ચૌહાણે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનમાં થી આવતા વાહનોનું સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથધરાતા અણસોલ ગામ નજીક ટ્રકમાં થી ઘઉંના હુસેલના પ્લાસ્ટિકના કોથળાની આડમાં સંતાડીને ઘુસાડાતો રૂ.૧૭૭૪૮૦૦/-નો   વિદેશી દારૂ જપ્ત કરી એક શખ્સને દબોચી લીધો હતો.
શામળાજી રતનપુર ચેકપોસ્ટ નજીક  શામળાજી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.પી. ચૌહાણ અને તેમની ટીમે અણસોલ ગામ નજીક થી રાજસ્થાન તરફથી પસાર થતા ટ્રક (ગાડી.નં.ૐઇ ૫૭  ૪૬૧૩) માં ઘઉંના હુસેલના પ્લાસ્ટિકના કોથળાની આડમાં સંતાડીને લવાતો ભારતીય બનાવટની જુદી-જુદી કંપનીની વિદેશી દારૂની પેટી નંગ-૪૯૩ જેમાં કુલ બોટલ નંગ-૫૯૧૬ કીં.રૂ.૧૭૭૪૮૦૦/- જથ્થો જપ્ત કરી અનિલ કુમાર (રહે,સોનીપત,હરિયાણા) ને દબોચી લઈ આરોપી પાસેથી જપ્ત કરેલ મોબાઈલ-૨ કીં.રૂ.૨૦૦૦ થતા ટ્રકની કીં.રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૨૭૭૬૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ ચેકીંગ જોઈ નાસી છૂટનાર સોનુ મજબિ શેખ (રહે,ભાટિયા કોલોની,ફતેહાબાદ ,હરિયાણા) ૨) જોગીન્દર જાટ (રહે,જીંદ,હરિયાણા) થતા વિદેશી દારૂ ટ્રકમાં ભરી આપનાર હરિયાણાના મોંજુંખેડા (ચોપટા) ના બુટલેગર સુખવિન્દરસિંગ જરનેલ સીંગ જાટ (શીખ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Tags :