02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠા એલસીબીએ અપહૃત યુવતીની ભાળ મેળવી આરોપીને ઝડપી લીધો

સાબરકાંઠા એલસીબીએ અપહૃત યુવતીની ભાળ મેળવી આરોપીને ઝડપી લીધો   18/09/2018

 સાબરકાંઠા એલસીબીએ અપહૃત યુવતીની ભાળ મેળવી આરોપીને ઝડપી લીધો
 
હિંમતનગર 
 આજથી આઠેક મહીના અગાઉ એક કિશોરી ગુમ થયેલ જે બાબતે હિંમતનગર બી.ડિવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૦/૧૮ નો ગુન્હો દાખલ થયેલ જેની તપાસ પો.ઇન્સ.કે.આર. બોરીયાવા મહિલા પો.સ્ટે. કરતા હોય જે કિશોરીની કોઇકે અપહરણ થયેલ હોય જેથી તેની કોઇ ભાળ ન મળતા આ ગુન્હાની જાણ પોલીસ અધિક્ષક સાબરકાંઠા નાઓને થતા આ ગુન્હો હ્યુમન ટ્રાફીકીંગનો છે કે કેમ તે બાબતે ગુન્હાની ગંભીરતા લેતા શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક, પોલીસ અધિક્ષક સાબરકાંઠા હિંમતનગરે વી.આર.ચાવડા એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર હિંમતનગર નાઓને ભોગ બનનારની તપાસ કરવા અને શોધી કાઢવા સુચના કરતાં વી.આર.ચાવડા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. હિંમતનગર કે.આર.બોરીયાવા મહિલા પો.ઇન્સ. સાથે તથા વી.યુ. ગડરીયા પો.સ.ઇ એલ.સી.બી. તથા ટેક્નીકલ સ્ટાફ પો.કો. કમલેશસિંહ તથા પો.કો. નિરીલકુમાર તથા પો.કો. પ્રહર્ષકુમાર તથા પો.કો. ભાવેશકુમાર તથા પોકો વિક્રમસિંહ તથા મહીલા પો. સ્ટે.ના વુ.હે.કો. દિનુબેન તથા વુ.લો.ર. હેતલબેન એલ.સી. બી. સ્ટાફ તથા મહિલા પોલીસ ની ટીમ બનાવી ભોગ બનનારની ભાળ મેળવવા તપાસ કરતાં ડોકા તલાવડી, પોસ્ટ નેનકી, તા. સંજેલી, જી.દાહોદ મુકામે હોવાની હકીકત મળતાં પો.સ. ઇ. વુ.યુ.ગડરીયા તથા સંયુક્ત ટીમ લઇ ડોકા તલાવડી પોસ્ટ નેનકી તા. સંજેરી જી.દાહોદ મુકામે જઇ જંગલ વિસ્તારમાંથી ભોગ બનનારને આરોપીના કબ્જામાથી છોડાવી આરોપી રાજેશભાઇ પુનાભાઇ કામોળ રહે. ડોકા તલાવડી, કામોળ ફળિયું, તા-સંજેલી, જી-દાહોદ વાળાને પકડી આગળની વધુ તપાસ અર્થે મહિલા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.     

Tags :