02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અંકલેશ્વરમાં ધાડપાડુંઓના હુમલાનો ભોગ બનેલ બનાસકાંઠાના ત્રણ રબારી સમાજના મૃતકોને સહાયની માંગ

અંકલેશ્વરમાં ધાડપાડુંઓના હુમલાનો ભોગ બનેલ બનાસકાંઠાના ત્રણ રબારી સમાજના મૃતકોને સહાયની માંગ   22/09/2019

અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામમાં આવેલી બંધ ગ્લાસ ફેકટરીમાં સોમવારની મધરાતે 20 થી 30 લૂંટારુઓના ટોળાએ 6 સિક્યોરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરી બંધક બનાવ્યા હતા. બાદમાં ટોળાએ કંપનીમાં રહેલા સ્ક્રેપની લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 3 સિક્યોરિટી ગાર્ડનાં મોત નીપજ્યા હતા. જયારે અન્ય 3ને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
 
અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામ ખાતે વર્ષ 2012 થી બંધ પડેલી પી.જી.ગ્લાસ કંપનીમાં ગત મોડી રાત્રે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. ટોળાએ ફરજ પર હાજર 6 સિક્યોરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરી તમામને અર્ધનગ્ન કરીને જમીન પર ઢસડી કેબીનમાં પૂરી દીધા હતા. આખી રાત મદદની માંગ સાથે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ઈજાગ્રસ્ત સિક્યોરિટી કણસતા રહ્યા હતા. ઉંટીયાદરાના રહીશ સંદીપ રબારી તથા અન્ય ગોપાલકો સવારે 6 વાગ્યાના અરસામાં જે.પી. ગ્લાસ ફેક્ટરી નજીક ઘાસ ચારો એકઠો કરી રહ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તેમને ફેક્ટરીમાંથી મદદની બૂમો સંભળાઈ હતી. તેમણે સ્થળ પર દોડી જતાં સ્થિતિ જોઈ ગામના સરપંચને જાણ કરી હતી.ઘટના અંગે ગામમાં વાત પ્રસરતાં સ્થાનિક યુવાનો તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા જ્યાં મેઈન ગેટની કેબીનમાં ૬ સિક્યુરિટી ગાર્ડ ઈજાગ્રસ્ત હાલતમાં કેદ થયેલા નજરે પડ્યા હતા. તમામ ગાર્ડ અર્ધનગ્ન અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. આ તમામને ગ્રામજનોએ બહાર કાઢ્યા હતા. જે પૈકી 2 ગાર્ડનાં સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે 1 ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાકીના 3ને ગંભીર હાલતમાં પ્રથમ કોસંબા અને ત્યારબાદ અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
 
ત્યારે નિરધાર બનેલ પરીવાર માટે પિતાની છત્રછાયા ગુમાવનાર સંતાનો માટે સરકારને સમગ્ર રબારી સમાજ વતી માંગ કરવામાં આવે છે. અપરાધીઓ (ધાડપાડુ)ની ધડપકડ થાય અને ફાંસીની સજા થાય તેવી પણ માંગ છે.જ્યારે ગુજરાત સરકારના મુખ્યમંત્રીની રાહત નિધિ ફંડમાંથી મરણ થયેલ ત્રણ સભ્યોને ચાર લાખની સહાય આપવા તેમજ ધાયલ ત્રણની સારવાર ખર્ચ આપવા સમગ્ર બનાસકાંઠા રબારી સમાજના યુવા વય અને સર્વધર્મ પરિવારના સમાજસેવક ઓ.બી.રાયકા (ચીમનગઢ)દ્રારા માંગ કરવામાં આવી છે.સરકાર પણ આ બાબતે વિચાર કરી પરિવાર પર આવેલ આફતમાં મદદરૂપ બને તેવી માંગ કરી છે.
 
મૃતકોના નામ 
 
ગોવાભાઈ વિહાભાઈ રબારી રહે.દિયોદર,બનાસકાંઠા 
પીરાભાઈ ચેલાભાઈ રબારી રહે.સૌમો મોટા, બનાસકાંઠા 
દેવાભાઈ રામાભાઈ રબારી રહે.આકોલી,બનાસકાંઠા 
 
ધાયલોના નામ 
 
મફાભાઈ ચેલાભાઈ રબારી રહે.બનાસકાંઠા 
ઈશ્વરભાઈ ગોવાભાઈ રબારી રહે.બનાસકાંઠા 
જનાધન રોય રહે.સુરત 

Tags :