02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / નરેન્દ્ર મોદી વડોદરાના બદલે આ બેઠક પરથી લડશે ચૂંટણી

નરેન્દ્ર મોદી વડોદરાના બદલે આ બેઠક પરથી લડશે ચૂંટણી   25/03/2019

ચૂંટણી માટે વધુ 46 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યાર સુધીમાં કુલ 286 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકી છે. જેમાં સૌથી મહત્વની વાત ગુજરાતના વડોદરાની બેઠક છે. અહીંથી પાર્ટીએ રંજન બેન ભટ્ટને ટિકીટ ફાળવી છે. આ જાહેરાત સાથે જ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે વડોદરા બેઠક પરથી ચૂંટણી નહીં લડે.
 
વડોદરા બેઠક જાહેર થઈ ગયા બાદ હવે અનેક તર્ક વિતર્કો સર્જાવવા લાગ્યા છે. શું નરેન્દ્ર મોદી માત્ર વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડશે? એવા પણ હેવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે વારાણસી ઉપરાંત્ત દક્ષિણ ભારતમાંથી કોઈ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવી શકે છે.
 
કોંગ્રેસે શનિવારે મોડી રાતે કર્ણાટકની 18 બેઠકો પર પોતાનાં ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અહીંયા 20 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે બાકીની આઠ બેઠકો પરથી તેના ગઠબંધન સહયોગી જેડીએસનાં ખાતામાં છે. કોંગ્રેસ ઉમેદવારોની આ યાદીને જોઇને ચોંકાવનારી વાત સામે આવે છે કે પાર્ટીએ દક્ષિણ બેંગલુરૂ અને ધારવાડની સીટ પર ઉમેદવારીની જાહેરાત નથી કરી. ધારવાડમાં 23 એપ્રિલનાં ત્રીજા ચરણમાં મતદાન થશે. એટલે પાર્ટી પાસે હજી સમય છે. પરંતુ દક્ષિણ બેંગલુરૂ સીટ પર બીજા તબક્કામાં 18 એપ્રિલનાં રોજ મતદાન થશે અને અહીં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 26 માર્ચ છે.
 
છેલ્લા ઘણાં દિવસોથી તેવી ચર્ચા થઇ રહી છે કે વર્ષ 1991થી જ બીજેપીનો ગઢ રહેલા દક્ષિણ બેંગ્લુરૂ બેઠક પર આ વખતે પીએમ મોદી ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ પ્રમાણે, તેમને આશંકા છે કે આ બેઠક પર કોઇ ચોંકાવનારા ઉમેદવારને ઉભો રાખશે. એટલે પાર્ટીનાં હાઇકમાન્ડ વેઇટ એન્ડ વોચનો નિર્ણય લીધો છે.
 
દક્ષિણ બેંગલુરૂ કોંગ્રેસ વિરોધી સીટ માનવામાં આવે છે. 1989 અને 1977ને બાદ કરતા અહીંથી બિનકોંગ્રેસી સાંસદ જ ચૂંટાયા છે. ભાજપે સૌથી પહેલા વર્ષ 1991માં આ સીટ પર કબજો કર્યો હતો. ત્યારે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી દિવંગત પ્રોફેસરનાં વેંકટગિરિ ગૌડાએ અહીં કેસરીયો લહેરાવ્યો હતો. 1996થી લઇને ગત વર્ષ નવેમ્બર સુધી દિવંગત કેન્દ્રીય મંત્રી અનંત કુમારે આ સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે.
 
કર્ણાટકનાં બીજેપી નેતા ભલે દાવો કરતાં હોય કે તેમની પાસે પીએમ મોદી અહીંથી લડે તેવી કોઇ જાણકારી નથી. પરંતુ સિટી પોલીસ સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે તેમને સોમવારે સવારે શહેરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવાનાં આદેશ મળ્યાં છે. સૂત્રો પ્રમાણે આ આદેશ પછી માનવામાં આવે છે કે આ દિવસે કોઇ મોટા નેતા નોંધણી કરાવવા અહીં આવી શકે છે. આ નેતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોઈ શકે

Tags :