રાધનપુરમાં ભાજપના લોકસભા બેઠકના પ્રભારીઓની બેઠક યોજાઈ

રાધનપુરમાં ભાજપના લોકસભા બેઠકના પ્રભારીઓની બેઠક યોજાઈ 
 
 
    રાધનપુર
રાધનપુરમાં માર્કેટયાર્ડ ખાતે આગામી લોકસભાની ચૂંટણી અનુલક્ષીને રાધનપુર શહેર-તાલુકા,સમી અને સાંતલપુર તાલુકાના પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા-જિલ્લાના સંગઠનના હોદ્દેદારો સાથે લોકસભા બેઠકના ચાર પ્રભારીઓની બેઠક યોજાઈ ગઈ,જેમાં મંડલ સ્તરના સંગઠન તેમજ મોરચાના પદાધિકારીઓને પાંચ-પાંચ બુથ સોંપવા ઉપરાંત બુથોનું ગ્રેડેશન કરવા જેવી બાબતો અંગે કાર્યકરોને પ્રભારીઓ દવારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પાટણ લોકસભા બેઠકના પ્રભારીઓ વાસણભાઇ આહીર, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, જનકભાઈ ઠક્કર,મયંકભાઇ નાયક અને જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ અને જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈશુભા મલેક ,જિલ્લા મહામંત્રીઓ પ્રવીણભાઈ મહાલક્ષ્મી, દશરથભાઈ ઠાકોર અને ભાવેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં માર્કેટયાર્ડ ખાતે રાધનપુર શહેર અને તાલુકા તેમજ સમી-સાંતલપુર તાલુકાના કાર્યકરોની અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી.જેમાં છેલ્લી બે લોકસભા અને બે વિધાનસભા બેઠકની ચૂંટણી આંકડા સંગઠન પાસેથી બુથ વાઈઝ મેળવવા, બુથની સામાજિક રચનાના આધારે બુથ સમિતિનું ગઠન કરવું,દરેક બુથ ઉપર ૨૦ નવા સભ્યો અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ,બક્ષીપંચ સમાજમાંથી બનાવવા,બે થી ત્રણ સદસ્યો એવા પસંદ કરવા જે બુથને સક્રિય રાખવા સક્ષમ હોય, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળવાની વ્યવસ્થા કરવી, બૂથના સદસ્યોની યાદી મોબાઈલ નંબર સાથે પ્રદેશમાં મોકલવી,સંઘ પરિવાર સાથે નિયમીત સંપર્કની વ્યવસ્થા કરવી,ક્રેડિટ સોસાયટી-ડેરી-સહકારી બેન્ક તેમજ અન્ય સહકારી સંસ્થાઓના સદસ્યોનો સંપર્ક કરીને સભ્ય બનાવવા, વિસ્તારના સ્વ-સહાય જૂથોના સભ્યોનો સંપર્ક કરીને સભ્ય બનાવવા,અન્ય પક્ષના બુથ સ્તરના કાર્યકર્તાઓનો સંપર્ક કરીને સભ્યો બનાવવા,દરેક બૂથના સ્માર્ટફોન ધારકોની યાદી બનાવવી,દરેક બૂથના પાંચ મોટર સાઈકલધારકની યાદી બનાવવી સહિતને અનેક મુદ્દે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ ભોજાભાઈ આહીર, સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ ભગતભાઈ ચૌધરી, શહેર પ્રમુખ જશુભાઈ રાવલ, મહામંત્રીઓ કમલેશભાઈ તન્ના, ભરતભાઈ પ્રજાપતિ,બાબુભાઇ ચૌધરી સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.