02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / પાટણમાં એક ઈંચ વરસાદથી ઝવેરી બજારમાં ઘુંટણ સુધી પાણી ભરાયા

પાટણમાં એક ઈંચ વરસાદથી ઝવેરી બજારમાં ઘુંટણ સુધી પાણી ભરાયા   24/07/2018

પાટણમાં ગત શુક્રવારે સાંજે પડેલા વરસાદથી રસણીયાવાડ અને ઝવેરીબજાર જવાના માર્ગ પર ઘુંટણ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર સ્થગિત થઈ ગયો હતો. શહેરમાં માત્રે એક બે ઈંચ વરસાદથી ઝવેરી
  બજારમાં સાંકડો રસ્તો હોવાથી અમુક વેપારીઓની દૂકાનોમાં વરસાદી પાણી ઘુસી જતાં માલસામાનને નુકસાન થયું હતું. દર ચોમાસામાં આવી Âસ્થતિ સર્જાય છે. વળી સદર રોડ ઉખડબાખડ વડ હોવાથી ચાલીને નિકળવું પણ મુશ્કેલ બને છે. જ્યારે આનંદ સરોવરથી મહાદેવનગર  જવાના માર્ગ પર ગત શુક્રવારે વરસાદી પાણી ભરાતા એક સ્કૂટી ચાલક યુવતી પાણીમાં ફસાતા આસપાસના દૂકાન માલીકોએ તેને બચાવી હતી. મહાદેવ નગરના રસ્તા પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા હોવાથી રાત્રે વાહન લઈને નિકળવું મુશ્કેલ બને છે. સદર રસ્તો નવીન બનાવવા માટે પાલિકાને અનેકવાર રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી રોડની કામગીરી થઈ શકી નથી.ખાસ કરીને આનંદ સરોવર થઈ મહાદેવનગરનો સમગ્ર રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags :