ડીસા નજીક રેલવે લાઈન પર યુવક અને યુવતીએ પડતુ મુકીને જીવન ટુકાવ્યુ

ડીસા તાલુકાના ખેટવા ગામ નજીક એક યુવક તેમજ એક યુવતી દ્વારા રાત્રી સમયે રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી.ભીલડી પાલનપુર રેલવે ટ્રેક ઉપર ખેટવા ઇન્દીરાનગર પાસે ડીસા તાલુકાના ઢેઢાલ ગામના યુવાન પ્રવિણજી બળવતજી ઠાકોર ઉંમર વર્ષ ૨૨ તેમજ ડીસા તાલુકાના દામા ગામની યુવતી કંકુબેન પરબતજી ઠાકોર કોઈ અગમ્ય કારણોસર રેલવે ટ્રેક પર પડતું મૂકી જીવનલીલા સંકેલી લીધી હતી.આ અંગેની જાણ રેલવે પોલીસને થતા પંચનામુ કરી લાશોનો કબજો લઈ બેને લાશોનુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી ખાતે પીએમ કરાવી લાશો તેમના વાલીવારશોને સોપી હતી.જેની વધુ તપાસ ભીલડી રેલવે પોલીસ એસઆઇ નટવરસિહ ચાવડા ચલાવી રહ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.