02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વડગામ તાલુકામાં જીપ અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત

વડગામ તાલુકામાં જીપ અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત   10/02/2019

વડગામ તાલુકાના નગાણાં ગામ પાસે જીપ ડાલા અને કાર વચ્ચે અકસ્માત થતા મહિયલ ગામના મેમણ સમાજના અગ્રણીનું નિધન થતા મેમણ સમાજ સહિત પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
 
મળતી માહિતી મુજબ ખેરાલુ તાલુકાના માહિયલ ગામે રહેતા મેમણ અયુબભાઈ ફકીરમોહમદ શનિવાર ના રોજ ડીસા રાજપુર મુકામે લગ્ન પ્રસંગ પતાવીને રાત્રી ના સુમારેછાપી થી માહિયલ પોતાની સ્વીફ્ટ ગાડી લઈને જતા હતા તયારે નગાણાં ગામ નજીક સામે થી પુરપાટ ઝડપે આવતું જીપ ડાલા ન જી જે ૨૩વાય ૮૦૫૪ એ ધડાકા ભેર સ્વીફ્ટ ગાડી એમ એચ ૦૫ એ જે ૩૭૨૬ને ટક્કર મારતા સ્વિફટ ગાડીમાં ચાલકખેરાલુ જમાત માજી સેક્રેટરી તથા થરાદી મેમણ કાઉન્સિલ નાજીમેંદારેં અયુબભાઈ ફકીરમોહમદ મેમણ ને ગંભીર ઈજાઓ થતા પાલનપુર સિવિલ માં ખસેડતા ફરજ પરના ડોક્ટરે મુત જાહેર કરેલઘટનાના સમાચાર મળતા મેમણ સમાંજ સહિત પરિવાર જનો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા મરહુમ ના જનાઝા માં મોટી સંખ્યા માં હિન્દૂ મુસ્લિમો જોડાઈને ખીરાજે અકીદત( શ્રદ્ધાજલી) અર્પી હતી અચાનક મેમણ સમાજના યુવક નું મોત થતા ગમગીની વ્યાપી જવા પામી હતી.

Tags :