02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસામાં વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી

ડીસામાં વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી   09/10/2019

ડીસા પંથકમાં ચાલુ ચોમાસા દરમિયાન આસો માસ સુધી વરસાદ ચાલુ રહેતા ખેતીના પાકને નુકશાન થવા સાથે રોગચાળાની પણ ભીતિ સેવાઇ રહી છે ત્યારે બુધવારે ડીસામાં બપોરે બે વાગ્યેના સુમારે અચાનક આકાશી વાદળો ઘેરાઈ ગયા બાદ વરસાદ ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.જોકે હવામાન વિભાગ દ્વારા ઓક્ટોમ્બર માસ ચોમાસા વિદાયની સત્તાવાર જાહેરાત થઈ ગઈ હોવા છતાં હજુ ચોમાસાની વિદાય થઇ હોય તેવું લાગતું નથી આજે બુધવારે ડીસાના રેલવેસ્ટેશન,સાર્થક બગલો, ગ્રીન સીટી અને બાલાજી બગલૉ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ઠંડક પ્રસરી જવા પામી હતી.

Tags :