જુનાડીસાની આઉટ પોસ્ટ પોલીસે બાઇક ચોર ઝડપી ડીસામાંથી ચોરાયેલ બે બાઇકનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

 જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે મીલ્કત સંબધી ગુન્હાઓ અટકાવવા આપેલ  સુચના અન્વયે એમ. જે.ચૌધરી, (પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ) ના માર્ગદર્શન આધારે  જુનાડીસા આઉટ પોસ્ટ ઇન્ચાર્જ અ.હેઙ.કોન્સ. દિનેશકુમાર કીરીટભાઇ તથા પો.કો. અશોકભાઈ જગમાલભાઈ તથા પો.કો. ઈશ્વરભાઈ પુનમાજી તથા પો.કો. અશોકભાઈ હીરાભાઈ અ.હે.કો. બચુભાઈ બાબુભાઈ તથા અ.પો.કો. પ્રહલાદભાઈ છગનભાઈ વગેરે પોલીસ સ્ટાફ આઉટ પોસ્ટ  વિસ્તારમા પેટ્રોલીગમાં હતા. દરમ્યાન બાતમી આધારે ડીસા પાટણ હાઈવે પર આવેલ ધરપડા ગામના પાટીયા પાસે બાઇક ચાલકને રોકાવી પુછપરછ કરતા તે વિજયકુમાર ઉર્ફે પિન્ટુ કેવળભાઈ જાતે પરમાર (ઉ.વ.૨૨ રહે. ખરડોસણ તા.ડીસા) હોવાનું અને તેની પાસેનું હીરો હોન્ડા પેશન પ્રો, લાલ કલરનુ જેના ચેચીસ નં. જોતા MBLHA10ER9GB06717 વાળુ બાઇક.ડીસા શાકમાર્કેટ પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાતા તેની કડક પૂછપરછ કરી હતી જેથી તેણે આજથી આશરે છએક મહીના અગાઉ શાકમાર્કેટ પાસેથી બાઇક (નં. જીજે ૦૮ એ સી ૯૨૫૨) ની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી તેણે ચોરેલ  બે બાઇક (કી.રૂ ૪૦૦૦૦/-) ના મુદામાલ સાથે વિજયકુમાર ઉર્ફે પિન્ટુ કેવળભાઈ પરમારને સી.આર.પી.સી. કલમ ૧૦૨ , ૪૧(૧) ડી મુજબ  કબજે  કરી, ડીસા શહેર દક્ષીણ પોલીસ મથકે નોંધાયેલ બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ, પકડાયેલ આરોપી વિરૂધ્ધ ડીસા રૂરલ પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે પૂછપરછ દરમ્યાન બાઇક ચોરીના વધુ ગુનાના ભેદ ઉકેલાવાની સંભાવના વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.