પાટણ ખાતે દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા મુકબધીરો માટે તાલીમનો શુભારંભ

પાટણ ખાતે સૌ પ્રથમવાર સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હર્ષાબેન ભરતભાઈ શાહ દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રના મુકબધીર યુવાનો માટે કાગળમાંથી બનતી વિવિધ વસ્તુઓની ૧૦દિવસની ખાસ તાલીમ આપવાનું બીડું ઝડપ્યું છે. જેથી કરીને સમાજનામુખ્ય પ્રવાહથી તરછોડાયેલા આવા લોકો સ્વરોજગારી થકી સ્વમાન ભેર જીવી શકે, તે માટે દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દેના આરસેટી-પાટણ ખાતે તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો. તાલીમનો સમયગાળો તારીખ ૨૫ ફેબ્રુઆરીથી તારીખ ૦૭ માર્ચ સુધીનો રહેશે. તાલીમ દરમિયાન તાલીમાર્થીને કાગળ તથા વેસ્ટ કાગળમાંથી બનતી વિવિધ વસ્તુઓ જેવી કેકાગળ ની ફાઈલો, વિવિધ આકારની પેપર-ડીશ, કાગળના પડિયા, કાગળ ના ફૂલ, પરબીડિયા, કાગળની થેલીઓ જેવી વિવિધ વસ્તુઓ મશીનની મદદથી બનાવતા શીખવાડવામાં આવશે. તાલીમ લીધા બાદ તાલીમાર્થી ઘરે બેસીને મશીનની મદદ થી કામ કરી શકે તે માટે આવા તાલીમાર્થીઓ ને બેંક તરફથી મશીન વસાવવા માટે લોન મળી શકે તે માટે પણ સંસ્થા દ્વારા પ્રયત્નો થશે. સંસ્થામાં તમામ તાલીમો વિનામૂલ્યે તથા રહેવા જમવાની સગવડ સાથે આપવામાં આવે છે.
પાટણ જિલ્લાના કલેકટર આનંદભાઈ પટેલ, કે જેઓ દેના આરસેટીની એડવાઇઝર કમીટીની ચેરમેન છે, તેમણે આ તાલીમમાં ખાસ રસ લીધો હતો અને આ તાલીમ પ્રયોજવા માટે સંસ્થાને ખાસ અનુરોધ કર્યો હતો. ઉદ્ઘાટન સમારંભમાં દેના બેન્કના લીડ મેનેજર મણીભાઈ પટેલ, નાબાર્ડના ડીડીએમ રાકેશ વર્મા, મુકબધીર સંસ્થાના વહીવટદાર નટુભાઈ મેહતા, મુકબધીર શાળાના પ્રિન્સિપાલ કુસુમબેન ચંદારા ણા, મુકબધીર શાળાના મંત્રી દેવેન્દ્રભાઈ સાલ્વી, દેના બેંકના એફ.એલ. સી. કન્વીનર પ્રહલાદભાઈ પટેલ તથા આર સેટીના નિયામક  પ્રતીક શાહ ઉપસ્થિત હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.