02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પર્રિકરના નિધન બાદ ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતના શપથ

પર્રિકરના નિધન બાદ ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતના શપથ   19/03/2019

11 ધારાસભ્યોએ રાત્રે 2 વાગ્યે મંત્રીપદના શપથ લીધા
 
ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે રાજ ભવન ખાતે શપથ લીધા છે. તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદિન ધાવલિકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજાઈ સરદેસાઇ સહિતના નેતાઓએ પણ રાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા છે. સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
 
આ પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારના એક કલાકની અંદર જ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ પર મહોર મારવામાં આવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.સાવંત ઉત્તરી ગોવા સ્થિત સેનક્કવિલમ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે આયુર્વેદ ચિકિત્સક છે. સાવંતની ગણતરી પર્રિકરના નજીકના લોકોમાં થાય છે. પ્રમોદ સાવંત કરોડોની સંપત્તિના માલિક છે. 40 સભ્યવાળી ગોવા વિધાનસભામાં હાલ 36 ધારાસભ્યો છે. ભાજપ ધારાસભ્ય ફ્રાંસિસ ડિસોઝાનું ગત મહિને નિધન થયું હતું, જ્યારે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ ગત વર્ષે રાજીનામાં આપ્યાં હતા.

Tags :