કચ્છ :કંડલા પોર્ટ પાસે મિથેનોલ ભરેલા IMC કંપનીના ટેન્ક ૩૦૩માં બ્લાસ્ટ બાદ આગ, ૩ના મોત

કંડલા પોર્ટ પર આવેલી આઇએમસીના ટેન્ક ૩૦૩ નંબરની મિથેનોલની ટેન્કમાં બપોરે પોણા બે વાગ્યાના અરસામાં અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. તેમાં ૩ લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આગને પગલે કંડલા પોર્ટની ફાયર ફાઈટરની ૫ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.આઇએમસીના મિથેનોલની ટેન્ક ૩૦૩ નંબરની ટેન્કમાં અચાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. ટેન્કમાં અંદાજે ૨૦૦૦ મેટ્રિક ટન મિથેનોલનો જથ્થો ભરેલો છે. કંડલા પોર્ટની ફાયર ફાઈટરની ૫ ટીમો ઘટનાસ્થળે દોડી છે અને આગને કાબુમાં જહેમત ઉઠાવી રહી છે અને પાણીનો મારો ચલાવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.