જે બસ પર હુમલો થયો તેમાં 76મી બટાલિયનના જવાનો સવાર હતાં

સીઆરપીએફના મહાનિર્દેક આરઆર ભટનાગરે જણાવ્યું હતું કે, આ એક વિશાળ કાફલો હતો, આ કાફલામાં 2500 જેટલા સુરક્ષાકર્મીઓ 70 જેટલા વાહનોમાં સવાર થઈને જઈ રહ્યાં હતાં. સીઆરપીએફના આ જવાનોનો આ કાફલો જમ્મૂથી બપોરે સાડા ત્રણ વાગ્યે રવાના થયો હતો. કાફલાએ સાંજ પડતા શ્રીનગર પહોંચવાનું હતું.
 
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જવાનો કાશ્મીર ખીણ વિસ્તારમાંથી પાછા ફરી રહ્યાં હતાં. કારણ કે, રાજમાર્ગ પર છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણ ખરાબ હતું. તેમજ અન્ય પ્રશાસનિક કારણોસર આવરજવર પણ નહોતી થએ રહી. જેના કારણે આ વખતે કાફલામાં જવાનોની સંખ્યા વધારે હતી. સામાન્ય રીતે કાફલામાં 1000 જવાનો હોય છે પણ આ વખતે આ સંખ્યા 2547 હતી.
 
અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે, રોડ પર રસ્તાની તપાસ માટે એક ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. તેવી જ રીતે કાફલામાં આતંક વિરોધી બખ્તરબંધ વહાનો પણ હતાં. આ હુમલા બાદ તત્કાળ ફોરેંસિક તથા બોમ્બ સ્કોડ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતાં. અધિકારીના જણાવ્યા પ્રમાણે જે બસ પર હુમલો થયો તેમાં 76મી બટાલિયન હતી અને તેમાં 39 જવાનો સવાર હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.