કાલથી 5 દિવસ માટે બેન્કો બંધ, આજે જ પતાવી દો બધા કામ

ક્રિસમસના તહેવાર અને નવા વર્ષની ઉજવણી શરૂ થવાની છે. આ ઉજવણી માટે તમે પણ કોઈ પ્લાનિંગ કરી રાખ્યું હશે, પરંતુ આ પ્લાનિંગ પર પાણી ન ફરી વળે તે માટે તમારે પહેલેથી જ બધા બેન્કના કામ પતાવી દેવા જોઈએ અને હાથમાં થોડી કેશ રાખવી જોઈએ. કારણકે 21 થી 26 ડિસેમ્બર દરમિયાન 5 દિવસ સુધી સરકારી બેન્કો બંધ રહેવાની છે. તેથી એટીએમમાં કેશની અછત આવી શકે છે. આ સંજોગોમાં બેન્કના કોઈ જરૂરી કામ હોય તો તે આજે એટલે કે ગુરુવારે જ પતાવી દેવા જોઈએ.
 
21 ડિસેમ્બર અને 26 ડિસેમ્બરે સરકારી બેન્ક કર્મચારીઓ હડતાળ પર છે. તે સિવાય સરકારી અને પ્રાઈવેટ બેન્કો 22 અને 23 ડિસેમ્બર ચોથો શનિવાર અને રવિવાર હોવાથી બંધ છે. જ્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા આવે છે. જોકે આ દરમિયાન 24 ડિસેમ્બરે પ્રાઈવેટ બેન્કોના કામકાજ થશે. નોંધનીય છે કે, અમુક બેન્ક ઓફિસર્સ યૂનિયન દ્વારા 21 ડિસેમ્બરે બેન્ક હડતાળની જાહેરાત કરી છે. જ્યારે 11મા દ્વીપક્ષીય વેતન સંશોધન ચર્ચા માટે કોઈ પણ શરત વગર આદેશપત્ર જાહેર કરવાની માંગણી સાથે યૂનાઈડેટ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ (UFBU)દ્વારા 26 ડિસેમ્બરે હડતાળની જાહેરાત કરી છે.
 
ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફડરેશન (AIOBC)ના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સંજય દાસે કહ્યું કે, અમે 11મું દ્વીપક્ષીય વેતનને કોઈ પણ શરત વગર લાગુ કરવાની માગણી સાથે 21 તારીખે બંધનું એલાન જાહેર કર્યું છે. મે 2017ની ડિમાન્ડ ચાર્ટર પ્રમાણે અમારી માંગણીઓનો સ્વીકાર થવો જોઈએ. દાસના જણાવ્યા પ્રમાણે હડતાળમાં 3.2 લાખ બેન્ક કર્મચારીઓ ભાગ લેવાના છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 21 ડિસેમ્બરની હડતાળ દરમિયાન એટીએમ ઓપરેશનમાં કોઈ તકલીફ જોવા નહીં મળે, પરંતુ 26 ડિસેમ્બરની હડતાળ દરમિયાન એટીએમના મેનેજમેન્ટ ઉપર પણ અસર થઈ શકે છે.
 
AIOBCના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સંજય દાસે કહ્યું કે, અમે 2017ના મે મહિનામાં પ્રસ્તુત માંગ પત્રના આધારે 11માં દ્વીપક્ષીય વેતન સંશોધન ચર્ચા માટે પૂર્ણ અને શરત વગરનું આદેશ પત્ર જાહેર કરવાની માગણી સાથે 21 ડિસેમ્બરે હડતાળ જાહેર કરી છે. વેતન સંશોધન ચર્ચા શરૂ થયાના 19 મહિના પછી પણ હજી સુધી કોઈ ઉકેલ આવતો દેખાતો નથી. યૂનિયનના પશ્ચિમ બંગાળ વિસ્તારના અધ્યક્ષ શુભજ્યોતિ બંધોપાધ્યાયે કહ્યું છે કે, આ હડતાળ ત્રણ સરકારી બેન્ક- બેન્ક ઓફ બરોડા, વિજ્યા બેન્ક અને દેના બેન્કના વલીનીકરણવા વિરોધમાં કરવામાં આવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.