02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લી જીલ્લાના પીએસઆઈ ની જીલ્લા બહાર વૈભવી પ્રેમી-પંખીડા પાસેથી ૧૦ થી ૧૫ લાખનો તોડ કર્યાના આક્ષેપ ની ચર્ચા થી પોલીસ બેડામાં ભુકંપ

અરવલ્લી જીલ્લાના પીએસઆઈ ની જીલ્લા બહાર વૈભવી પ્રેમી-પંખીડા પાસેથી ૧૦ થી ૧૫ લાખનો તોડ કર્યાના આક્ષેપ ની ચર્ચા થી પોલીસ બેડામાં ભુકંપ   10/05/2019

દારૂની બદીથી ખદબતા અરવલ્લી જીલ્લામાં પોલીસવડા મયુર પાટીલે શખ્ત કાર્યવાહીના આદેશના પગલે દારૂ-જુગારની બદી અટકાવવામાં થોડાગણા અંશે સફળ રહ્યા છે અરવલ્લી જીલ્લામાં બુટલેગરોના અડ્ડા બંધ થવાની સાથે જુગારધામ સહીત ની અસામાજિક પ્રવૃતિઓ પર પડદો પડતા હપ્તા રાજ બંધ  થતા કેટલાક અધિકારીઓને ઉપરની આવક બંધ થતા રઘવાયા બન્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં એક સ્પેશિયલ શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરે દહેગામ-ચિલોડા હાઈવે પર પ્રેમમાં મશગુલ બનેલા પ્રેમી પંખીડા પાસેથી પોલીસ અધિકારીનો રૂઆબ છાંટી ૧૦ થી ૧૫ લાખનો તોડ કર્યાની ચર્ચાએ પોલીસ બેડામાં ચકચાર જગાવી છે પીએસઈની તોડ પાણીમાં પણ હિમ્મત જોવા જેવી છે ભોગ બનેલ વ્યક્તિ પાસે ચેક લઈ લીધા હતા તોડ પેટે જે છેલ્લે  તેનેજ  ભારે પડ્યું હોવાની ચર્ચા પોલીસબેડામાં જાગી છે
 
અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે આ અંગે જણાવ્યું હતું કે અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ એ અન્ય જીલ્લા બહાર જઈને તોડ કર્યો હોય તેવી કોઈ ઘટના બની નથી અને તેમના ધ્યાને પણ નથી આવ્યું આવી કોઈ ઘટના બની હશે અને ઘટનાનો ભોગ બનનાર વ્યક્તિ કે અન્ય કોઈપણ પ્રકારની આ અંગેની ફરિયાદ મળશે તો ચોક્કસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે 
 
બીજુબાજુ આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર તોડબાજી કરનાર પીએસઆઈ ને અને ભોગ બનનાર માલેતુજાર સાથે જિલ્લાપોલીસ તંત્રની એક શાખામાં લઈ આવી સમાધાનની પ્રક્રિયા હાથધરવામાં આવી હતી 
 
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં પોલીસવડા કચેરીની એક શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર થોડા દિવસ અગાઉ એક માલેતુજાર પરિવારના નબીરા કે વેપારીને તેની પ્રેમિકા સાથે દહેગામ-ચિલોડા રોડ પરથી ઝડપી પાડી કે પછી હનીટ્રેપનો ભોગ બનેલ વેપારી પીએસઆઈની ચુંગાલમાં ફસાતા હંમેશા તોડ-પાણીની ટેવ પડેલી હોવાથી રોકડા રૂપિયા ખંખેરી લીધા પછી રકમ મોટી હોવાથી રોકડા
 રૂપિયા ભોગ બનનાર વ્યક્તિ ન આપી શકતા લાલચુ પીએસઆઈ એ ચેક લઈ લીધા હતા અને જવા દીધો હતો તોડપાણીનો ભોગ બનેલા વ્યક્તિએ પીએસઆઈ ને સબક શીખવાડવા પોલીસતંત્રનો સહારો લેતા લાંચીયો પીએસઆઈ ગભરાઈ ગયો હતો અને લૂંટ પ્રકરણ વાગતું વાગતું અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ના દ્વારે દસ્તક દેતા પીએસઆઈ ની કાળી કરતુત બહાર આવતા શુક્રવારે દિવસભર ચર્ચા એ પોલીસતંત્રમાં ચાલી હતી
 
સમગ્ર ઘટના અંગે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ગણગણાટ હતો પરંતુ જીલ્લા પોલીસવડા મયુર પાટીલ અને જીલ્લા એલસીબી પીએસઆઈ સીસોદીયા અજાણ હોવાનું રટણ કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા

Tags :