02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા જિલ્લાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ

બનાસકાંઠા જિલ્લાના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો કરોડપતિ   06/04/2019

પાલનપુર ૨-બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ-કોંગ્રેસ સહિત ૧૯ ઉમેદવારોના ૨૪ ફોર્મ માન્ય રહ્યા છે. ત્યારે મુખ્ય બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારો પર નજર કરીએ તો, ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો કરોડપતિઓ છે. જોકે, ભાજપના ઉમેદવાર બી.એ. એલ.એલ.બી થયેલા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઓલ્ડ એસ.એસ.સી.પાસ છે.
બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષોએ ચૌધરી સમાજના ઉમેદવારોને જંગે મેદાનમાં ઉતારી ૨૦૧૪નું પુનરાવર્તન કર્યું છે. જોકે, આ વખતે બન્ને ઉમેદવારો બળિયા હોઈ રસાકસીભર્યો ચૂંટણી જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો આર્થિક રીતે પણ સધ્ધર છે. ભાજપના ઉમેદવાર પરબતભાઈ સવાભાઇ પટેલની વાત કરીએ તો, તેઓ થરાદ તાલુકાના ભાચર ગામના વતની છે. તેઓ ૧૯૮૦માં એલ.એલ.બી. થયેલા છે. બેંકની નોકરી છોડી રાજકારણમાં આવેલા પરબતભાઈ પર કોઈપણ ગુન્હો નોંધાયેલો નથી.તેઓના હાથ પર રૂ.૨ લાખ અને તેમની પત્ની પાસે રૂ.૪.૭૫ લાખની રોકડ સિલક છે. તેઓ પાસે રૂ.૫૦, ૮૩,૨૮૩.૪૯ની જંગમ મિલકત છે. જયારે તેઓની પત્નીના નામે ૨૬,૫૮, ૧૭૧.૭૨ની જંગમ મિલકત છે. તેમના પરિવાર સાથે મળીને તેઓ પાસે કુલ રૂ. ૧ કરોડ ઉપરાંતની જંગમ મિલકત છે. જ્યારે તેઓ પાસે ૭૬,૬૦,૦૦૦ની સ્થાવર મિલકત છે. જ્યારે તેમની પત્નીના નામે ૧,૫૨, ૯૫,૦૦૦ ની સ્થાવર મિલકત છે. આમ તેઓની પાસે પરિવારની મળી કુલ રૂ.ત્રણેક કરોડની સ્થાવર મિલકત છે. તેઓ પાસે ૮,૩૭,૦૦૦ના પોસ્ટના દ્ગજીઝ્ર સર્ટી પણ છે. આમ, તેઓ પાસે સ્થાવર-જંગમ મળી કુલ અંદાજે ચારેક કરોડની મિલકત છે.
જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોલ રતનપુર ગામના વતની છે. તેઓ ઓલ્ડ એસ.એસ.સી સુધીનો અભ્યાસ ધરાવે છે. તેઓએ ૨૪ વર્ષ સુધી બનાસડેરી પર એકચક્રી શાસન કર્યું હતું. તેઓ પર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. તેઓ પાસે હાથ પર રૂ.૭૬,૦૦૦ અને તેમની પત્ની પાસે રૂ.૧,૪૫,૦૦૦ ની રોકડ રકમ છે. તેઓ પાસે રૂ. ૭૪,૬૭,૧૫૨.૩૫ ની જંગમ મિલકત છે. જ્યારે તેમની પત્ની પાસે ૪૪,૮૪,૦૫૭.૧૯ ની જંગમ મિલકત છે. આમ તેઓ પાસે પરિવારની મળી કુલ રૂ.૧.૫૦ કરોડની જંગમ મિલકત છે. જ્યારે સ્થાવર મિલકતની વાત કરીએ તો, રૂ.૧,૪૨,૪૨૦૦૦ની અને તેમની.પત્નીના નામે ૭૩,૧૩,૦૦૦ મળી કુલ રૂ.૨.૪૫ કરોડની મિલકત છે. આમ, પરથી ભાઈ ભટોલ પાસે સ્થાવર-જંગમ મળી કુલ રૂ.૩.૯૫ કરોડની મિલકત છે. આમ, ભાજપ-કોંગ્રેસના બન્ને ઉમેદવારો કરોડપતિ છે.

Tags :