ડીસા ડેપો દ્વારા ભાદરવી પૂનમના મેળા માટે તો ૯૩ એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી

વડાવળ : ભાદરવી પૂનમના અંબાજી ખાતે ભરાતા મહામેળામાં રાજ્યભરમાંથી લાખો પગપાળા યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે પગપાળા યાત્રીઓની સુવિધા માટે દર વર્ષે એસટી નિગમ દ્વારા અંબાજી મેળા માટે વધારાની એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવતી હોય છે જેને લઇ એસ.ટી.નિગમ દ્વારા તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પાલનપુર ડિવિઝન ના ડીસા ડેપોમાંથી પણ અંબાજી મેળા માટે વધારાની ૯૩ બસો ફાળવીને એક્સ્ટ્રા રૂટનું  સંચાલન કરવામાં આવનાર છે. 
યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ દરમ્યાન ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ભરાશે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓપગપાળા યાત્રાએ ઉમટી પડશે યાત્રાળુઓ તેમના વતનમાં સુખરૂપ પહોંચે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી ચાર વિભાગો ઉભા કરી અંદાજીત  ૧૧૦૦ એકસ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે ડીસા ડેપોના સૂત્રોના જણાવ્યાનુસાર ડીસા ડેપોમાંથી પણ ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૯૩ બસો મુકવામાં આવનાર છે આ તમામ બસો ડીસા ડેપોથી અંબાજી જવામાટે વાયા કોટ ભાખર ચિત્રાસણી બાલારામથી અંબાજી જશે જ્યારે અંબાજીથી મુસાફરો ભરીને વાયા આબુ રોડ હાઇવે ચિત્રાસણી કોટ ભાખર થઈને ડીસા આવશે આ મેળાના સુચારૂ આયોજન માટે અંબાજી ખાતે ડીસાના ડેપોના  ૧૪ કર્મચારીઓ ફરજ બજાવશે જ્યારે ડીસા માં  ૧૦ જેટલા કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવશે અને મુસાફરોને  સુવિધાઓ પૂરી પાડશે અંબાજી ખાતે ડીસા તરફ આવવા માટે જુના આરટીઓ ત્રણ રસ્તાથી આબુરોડ તરફનો રસ્તા પર એકસ્ટ્રા બસો સંચાલન કરવામાં આવનાર છે અને મુસાફરોને અંબાજી થી ડીસા નું એક્સ્ટ્રા બસનુ ભાડુ ૧૦૫ રુપિયા છે ત્યારે અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઇ શ્રદ્ધાળુ મુસાફરોની સાથે એસટી નિગમ દ્વારા પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.