થરાદ ધાનેરા રોડ પર પોલીસ વાનને નડયો અકસ્માત, નિલગાય આડી આવતાં બાવળના ઝાડને અથડાઇ

થરાદ પોલીસની સેકન્ડ મોબાઇલ વાન રવિવારની સાંજના સુમારે ધાનેરા રોડ પર જઇ રહી હતી.દરમ્યાન વડગામડા ગામના પાટીયા પાસે અચાનક નિલગાય દોડવાના કારણે તેને બચાવવા જતાં કાબુ ગુમાવવાના કારણે જીપ રોડની સાઇડમાં પલટી ખાઇ જવા પામી હતી.જોકે સદભાગ્યે તેમાં રહેલા ચાલક ભુરાજીને બેઠા માર જેવી નજીવી ઇજાને બાદ કરતાં તેમનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો.તેમણે આ અંગે થરાદ પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કર્મીઓ પણ દોડી આવ્યા હતા.યોગાનુયોગ થરાદના એ.એસ.પી.અજીત રાજ્યાણ પણ આવતા હોઇ ઉભા રહી જવા પામ્યા હતા.જોકે દુર્ઘટનામાં કર્મીનો બચાવ થતાં સૌકોઇએ રાહતનો દમ લીધો હતો.જો કે જીપના આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું.બનાવના પગલે દોડી ગયેલા લોકોના ટોળાએ જીપને ઉભી કરી દીધી હતી.ત્યાર બાદ તેને રસ્સા વડે બહાર ખેંચી કાઢી ટાંચણ કરીને થરાદ લાવવામાં આવી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.