થરાદના મિયાલમાંથી છરી અને કોસ સાથે યુવક ઝડપાયો

 
                   થરાદ પોલીસે તાલુકાના મિયાલ ગામના હાઇવે વિસ્તારમાંથી કોસ અને છરી જેવા હથિયાર સાથે ગામના એક શખસ ઝડપી લીધો હતો.તેમજ પોલીસે તેની સામે અટકાયતી પગલાં ભરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પેટ્રોલિંગમાં રહેલી થરાદ પોલીસે ગુરુવારની રાત્રિના સુમારે સોંચોર થરાદ હાઇવે પરથી એક શંકાસ્પદ યુવક છરી અને કોસ સાથે ઝડપી લીધો હતો.આ યુવક થરાદ પોલીસને બસ્ટેન્ડ પરના ગલ્લાની પાછળ સંતાતો નજરે પડતાં તે યુવક ચોરીના ઇરાદે આવ્યો હોય તેવી આશંકાને આધારે થરાદ પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરતાં કોઇ સંતોષકારક જવાબ આપવાને બદલે ગલ્લાંતલ્લાં કર્યાં હતા.આથી પોલીસે મુકેશભાઇ બાબુભાઇ ભાટ રહે.મિયાલ સામે સીઆરપીસી એક્ટની કલમ ૧૨૨ મુજબ અટકાયતી પગલાં ભરી વધુ કાર્યવાહી હાથ 
ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.