કેન્સરગ્રસ્ત બહેનની સેવામાં અડીખમ ઊભો છે ભાઈ, પતિની આર્થિક સ્થિતિ સારી નથી

મધ્યપ્રદેશ: ઝાબુઆમાં રહેતા નરેન્દ્રસિંહ રાઠોડ તેમની નાની બહેન રેખા જાડેજાની જિંદગીના નાજુક વળાંક પર મક્કમતાથી સાથે ઊભા છે. નરેન્દ્ર નથી જાણતા કે બ્રેસ્ટ કેન્સર સામે લડી રહેલી બહેન રેખા હવે કેટલી રક્ષાબંધન સુધી તેમને રાખડી બાંધી શકશે. તેઓ તો બસ દર્દથી કણસતી બહેનનો ઇલાજ અને સેવામાં લાગેલા છે. અમદાવાદના જે ડોક્ટર તેનો ઇલાજ કરી રહ્યા છે, તેઓ કહી ચૂક્યા છે કે રોગ એટલો વધી ગયો છે કે સંપૂર્ણ ઇલાજ શક્ય નથી. તે છતાંપણ તેમને આશા છે.
 
કીમોથેરાપી કરાવવા માટે બહેનને બે વર્ષથી નરેન્દ્રસિંહ અમદાવાદ લઇ જતા હતા, પરંતુ હવે તો પલંગ પરથી ઊભા થઇને થોડુંક ચાલતા જ રેખા બેભાન થઇ જાય છે. સારવાર માટે તેને લઇ જવું પણ મુશ્કેલ બની ગયું છે. દર્દના કારણે રેખા આખી રાત સૂઇ નથી શકતી. તેની સાથે ભાઈ નરેન્દ્ર પણ આખી રાત જાગે છે. રેખાને પલંગ પરથી ઊભી કરવી, તેને બેસાડવી, વાળમાં તેલ નાખવું, વાળ ઓળી આપવા વગેરે કામ છેલ્લાં બે વર્ષથી નરેન્દ્રસિંહની દિનચર્યા બની ગઇ છે. બહેનની બાકીની જિંદગીનો વધુમાં વધુ સમય નરેન્દ્ર તેની સાથે વીતાવવા માંગે છે.
 
રેખાના પતિ કેટરિંગનું કામ કરે છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી. રેખાની દીકરી પૂજા જણાવે છે કે, મમ્મીની ગાંઠ નાની હતી, ત્યારે તેણે જણાવવામાં મોડું કર્યું. જ્યારે તપાસ થઇ તો ડોક્ટરે ગાંઠ કાપીને કાઢી નાખવાની વાત કરી પરંતુ મમ્મીએ ના પાડી દીધી. છ મહિના સુધી આયુર્વેદિક ઇલાજ કર્યો પરંતુ તકલીફ વધતી જ ગઇ.
 
રાજસ્થાનના જોધપુરમાં રહેતી રેખા બે વર્ષ પહેલા પોતાની માતા દમીયંતકુંવર બાઈના અવસાન વખતે ઝાબુઆ આવી ત્યારે પોતાને એક ગાંઠને કારણે થઇ રહેલી તકલીફ વિશે ભાઈને જાણ કરી. લાંબા સમય સુધી માતાની સારવારમાં રહેલા નરેન્દ્રએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બહેનને અમદાવાદ લઇ ગયા. અહીંયા તપાસ પછી ડોક્ટરોએ રેખાને બ્રેસ્ટ કેન્સર હોવાનું જણાવ્યું. કીમોથેરાપીની સાત સાયકલ કરાવી પરંતુ તે પછી તકલીફ અને નબળાઈ ખૂબ વધી ગયાં. છેલ્લા એક વર્ષથી રેખા પલંગ પર જ છે. તેને નવડાવવી, તેનું નિત્યકર્મ વગેરે માટે નરેન્દ્ર કે ઘરનું કોઇને કોઇ સભ્ય સતત સાથે રહે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.