બાપલા નજીકથી વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે એક ઝબ્બે : એક ફરાર

પાંથાવાડા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર જીલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરે જીલ્લામાંથી દારૂની બદીને નેસ્ત નાબુદ કરવાના આદેશના પગલે શનિવારે મોડી રાત્રે પાંથાવાડા પી.એસ.આઈ. પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા.ત્યારે બાતમીના આધારે બાપલા રોડ નાકાબંધી કરતા રાજસ્થનના માટાસન તરફથી આવતી મેક્ષ ગાડી નંબર-જીજે-૦૮-એફ-૦૦૧૩ ને થોભાવી તેની તલાસી લેતા અંદરથી રૂ.૬૨,૪૦૦ના કિંમતની વિદેશી દારૂ બિયરની બોટલ નંગ-૪૦૮ તથા રૂ. અઢી લાખની મેક્ષ ગાડી મળી કુલ રૂ.૩,૧૨,૪૦૦ના મુદ્દામાલ સાથે ડીસા તાલુકાના ઘાડા ગામના ગાડીના ચાલક જબરસિંગ બાબુસિંગ વાઘેલા (દરબાર) આબાદ ઝડપાયો હતો.જ્યારે બાજુમાં બેઠેલ તેજ ગામના કમલેશસીંગ જામતસિંગ વાઘેલા(દરબાર) ફરાર થઈ ગયો હતો. પોલીસે બન્ને વિરુધ્ધ પ્રોહીબીસન મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.