02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / જમ્મૂ-કાશ્મીરમાં નેતાઓ નજર કેદ, કલમ 144 લાગુ, સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

જમ્મૂ-કાશ્મીરમાં નેતાઓ નજર કેદ, કલમ 144 લાગુ, સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર   05/08/2019

 
જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ દરમિયાન રવિવારે રાત્રે બાર વાગે શ્રીનગરમાં ત્રણેય પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ કરવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ જમ્મુ-કાશ્મીરમાં રાત્રે 12 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. પ્રશાસને કહ્યું છે કે, રાજ્યમાં રેલીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે સાથે જ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. સોમવારે રાજ્યની દરેક સ્કૂલો અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. કોંગ્રેસ નેતા ઉસ્માન મજીદ અને માકપાના ધારાસભ્ય એમનાય તારિગામીએ રાતે ટ્વિટ કરીને કહ્યું છે કે, તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે.
 
નજર બંધ થયા પછી ઓમર અબ્દુલાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, હિંસા માત્ર એ લોકો કરશે જે લોકો રાજ્યની ભલાઈ નથી ઈચ્છતા. શાંતિ સાથે રહો અને ઈશ્વર તમારા બધાની સાથે છે.નજરબંધ થતાં પહેલાં બંને નેતાઓએ ઘણાં ટ્વિટ કર્યા હતા. મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યું હતું કે, સાંભળવા મળ્યું છે કે, ટૂંક સમયમાં જ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે. કર્ફ્યુ પાસ કરવામાં આવશે. અલ્લાહ જાણે શું થવાનું છે. આ એક લાંબી રાત થવાની છે.

Tags :