ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ જુગારધામ પર રેડ કરી ૨૭ શકુનીઓને ઝડપયા

પાલનપુર પૂર્વ પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર રમતાં ૨૭ શકુનીઓને રંગેહાથ ઝડપી લેતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલએ તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૩.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
 
પાલનપુર શહેરના ત્રણ બતી વિસ્તારમાં આવેલ હુસેનીચોકમાં આવેલ અકબરભાઈ પરમાર નામના શખ્સના મકાનની અંદર જુગાર રમતા ૨૭  શકુનીઓને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગાર રમતાં રંગેહાથ ઝડપી લેતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના ત્રણબતી વિસ્તારમાં હુસેનીચોક ખાતે આવેલ અકબરભાઈ પરમારના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના  પીઆઇ યુ.બી.રાવલ એ સ્ટાફના પીએસઆઇ જે.વાય.પઠાણ અને સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હતી અને ગઈકાલે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલ એ સ્ટાફ સાથે છાપો માર્યો હતો. જ્યાં ગંજીપાનાથી હારજીતનો જુગાર રમાડતાં ૨૭  જુગારીયાઓને જુગાર રમતાં રંગે હાથ ઝડપી લેવાયા હતા. જેમની પાસેથી  રોકડ રકમ રૂપિયા ૨,૩૮,૩૨૦ તેમજ રૂપિયા ૧,૧૦,૦૦૦ ના મોબાઇલ ફોન નંગ ૩૦ મળી કુલ રૂપિયા ૩ લાખ,૪૮ હજાર ૩૨૦ નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારના અડ્ડા પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડની જાણ થતાં પુર્વ  પોલીસ મથક આગળ લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. અને ફરિયાદી સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ  જે.વાય.પઠાણ ની ફરિયાદને આધારે એફ.આર. આઇ નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ જુગાર કેસમાં પૂર્વ પોલીસ મથકની બહાર ગેટને તાળા મારી દેવામાં આવ્યા હતા અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. 
 
જુગાર રમતાં ઝડપાયેલા શખ્સોના નામ : 
 
- જાવેદખાન બિસ્મિલ્લાખાન નાગોરી (રહે. કંસારાશેરી, પાલનપુર)
 
- સીંકદર બિસ્મિલ્લાખાન નાગોરી (રહે. કંસારાશેરી તા. પાલનપુર)
 
- હરેશકુમાર રામજીભાઈ ઠાકોર (રહે. વિનાયકનગર, ભાભર )
 
- ટ્વીનકલ અશોકભાઈ દવે (રહે. કૃષ્ણનગર સોસાયટી, અમદાવાદ હાઇવે, પાલનપુર)
 
- અલ્તાફખાન લિયાકતખાન નાગોરી (રહે. કંસારાશેરી, નાગોરીવાસ, પાલનપુર)
 
- જાવેદભાઈ અબ્બાસભાઈ મનસુરી (રહે. ત્રણબતી, બહાદુર ગંજ, પાલનપુર)
 
- સંદીપકુમાર પરથીભાઈ ઠાકોર (રહે. તાજપુરા, ઢુંઢીયાવાડી, પાલનપુર)
 
- રમેશકુમાર છગનભાઇ જોશી ( દાંતીવાડા )
 
- આસિફ હૈદરભાઈ નાગોરી (રહે. કંસારાશેરી, નાગોરીવાસ, પાલનપુર)
 
- યુનુસખાન તસ્લિમખાન નાગોરી (રહે. ત્રણબતી, નાગોરીવાસ, પાલનપુર)
 
- અલ્પેશભાઈ કાળુભાઇ પઢીયાર (રહે. કોલેજકમ્પાઉન્ડ, પાલનપુર)
 
- જાવેદ કાસમભાઈ શેખ (રહે. બારડપુરા, પાલનપુર)
 
- અસરફભાઈ નજીરભાઈ નાગોરી ( રહે. હુસેનીચોક, પાલનપુર )
 
- ગોવિંદભાઇ મંગાભાઈ સોલંકી ( રહે. સલેમપુરા, પાલનપુર )
 
- પ્રવીણકુમાર લક્ષ્મણદાસ પઢીયાર ( રહે. શિવમહેલ સોસાયટી, પાલનપુર )
 
- ભાવેશ દિનેશભાઇ માળી ( રહે. ઢુંઢીયાવાડી, પાલનપુર )
 
- જ્યેન્દ્રકુમાર રતિભાઈ જોશી ( રહે. દાંતીવાડા )
 
- વિનોદકુમાર મધાભાઇ પરમાર ( રહે. ભાગળ પીંપળી, તા. પાલનપુર )
 
- દિનકરકુમાર કૈલાશપ્રસાદ યાદવ ( રહે. તાજપુરા રોડ, પાલનપુર )
 
- પ્રવિણભાઇ છગનલાલ જોશી ( રહે. દાંતીવાડા, પાલનપુર )
 
- સોહેલ ઈમ્તિયાજભાઈ નાગોરી ( રહે. કંસારાશેરી, નાગોરીવાસ, પાલનપુર )
 
- જુલ્ફીકાર હોમદામીયા સૈયદ ( રહે. સિદ્ધપુર, તા. પાટણ )
 
- રવીકુમાર હરિભાઈ ઠાકોર ( રહે. સિંધીકોલીની, પાલનપુર )
 
- ઇરસાદ અયુબભાઈ કુરેશી ( રહે. નાની બજાર, પાલનપુર )
 
- મહંમદજાવેદ બસીરમહંમદ નાગોરી ( રહે. નાની બજાર, પાલનપુર )
 
- હૈદરભાઈ ફતેભાઈ સિંધી ( રહે. સિદ્ધપુર, તા. પાટણ )
 
- સાબિરભાઈ હૈદરભાઈ સિંધી ( રહે. સિદ્ધપુર, તા. પાટણ )
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.