02744-220264, 222764       rakhewal@gmail.com
Home / યાદ કરો કુરબાની / સ્વાતંત્રવીર - ક્રાંતિકારી મંગલ પાંડે

સ્વાતંત્રવીર - ક્રાંતિકારી મંગલ પાંડે   08/08/2018

ક્રાંતિકારી મંગલપાંડેનો જન્મ ૧૯ જુલાઈ ૧૮૨૭ ઉત્તર પ્રદેશમાં બાલિયા જિલ્લાના નગવા ગામમાં થયો હતો. એમની માતાનું નામ શ્રીમતી અભય રાની અને પિતાનું નામ શ્રી દીવાકર પાંડે હતું. સૌપ્રથમ ભારતની ૧૮૫૭ ના સંગ્રામની ક્રાંતિ મંગલપાંડેથી શરૂ થઈ હતી. સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેવાના કારણે યુવાવસ્થામાં જ તેઓ રોજી-રોટી માટે અંગ્રેજાની ફોજમાં નોકરી કરવા માટે મજબુર થઈ જવુ પડ્યું. ઈ.સ.૧૮૪૯ માં રર વર્ષની ઉંમરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સામિલ થઈ ગયા. મંગલપાંડે બેરકપુરની છાવણીમાં ‘૩૪ મી બંગાળ નેટિવ ઈન્ફેટ્રી’પૈદલ સેનાના એક સિપાઈ હતા. ઈ.સ.૧૮૫૬ થી અંગ્રેજ સરકાર આ સૈનિકોને જે કારતુસ આપતી હતી એમાં ગાય અને સુવર(ભુંડ)ના ચરબીના હતા. એમાં તેલનો ઉપયોગ કરતાં હતાં. બંદુક ચલાવવા માટે લાગેલી હતી. આ ટોપીને ખોલીને બંદુકની અંદર નાંખવામાં આવતી હતી. એમાં રાયફલમાં જે ટોપી લગાવવામાં આવતી હતી તેને આસાનીથી લગાવી શકાય અને પછી નિકાળી શકાય તે માટે એને ચિકનાઈ દેવા માટે ગાય અને સુવરની ચરબીના તેલનો ઉપયોગ કરતા હતા.સેનામાં હિન્દુ અને મુસલમાન બન્ને ધર્મોના સિપાહિઓ હતા. આ સિપાહિઓમાં એક મંગલ પાંડે પણ હતા. જ્યારે એમને આ વાતની ખબર પડી ત્યારે એ ખૂબ જ ગુસ્સે ભરાયા.અને કેટલાયે સૈનિકોએ પોતાનો વિરોધ દર્શાવ્યો પણ અંગ્રેજ સરકારે આ વાત પર બહુ ધ્યાન નહિ આપ્યું. શિકાયત કરવામાં અમર શહીદ મંગલપાંડે હતા. એમણે ૨૭ માર્ચ ૧૮૫૧ ના સવારના સમયમાં એમની બેરકપુરની છાવણીમાં અંગ્રેજ અધિકારી મેજર હયુસેને સીધો જવાબ પુછ્યો શુ અમને આપવામાં આવેલ હથિયારમાં ગાય અને સુવરની ચરબી લગાડવામાં આવે છે. તો મેજર હ્યુસેને આ પ્રશ્નનો ઉત્તર નહિ આપ્યો તો મંગલપાંડેએ એકવાર ફરીથી પ્રશ્ન પૂછ્યો પણ તોય અંગ્રેજ સરકારે આનો જવાબ નહી આપ્યો. ત્યારે મંગલ પાંડેને ગુસ્સો આવ્યો અને એને સર્વિસ રાયફલમાંથી નિકાળી જેમાં બે ગોળીઓ હતી.તેમાંથી એક ગોળી મેજર હ્યુમેનને મારી જેથી એ મેજર ત્યાંજ જમીન પર પડીને તડપવા લાગ્યો. એ પછી મેજરનો સહયોગી સૈનિકને મંગલપાંડેનો પીછો કર્યો. ત્યારે મંગલ પાંડે બીજી ગોળી ચલાવી જે એના ઘોડાને જઈને લાગી. બીજા ભારતીય સૈનિકો પણ આ દશ્ય જાઈ રહ્યા હતા. એમને પણ જજબો ઉઠ્યા હતા. કંઈક કરવાના પણ  એટલામાં અંગ્રેજ ફોજ ત્યાં પહોંચી અને મંગલપાંડે અંતમાં પકડાઈ ગયા. કોર્ટ ૧૦ દિવસ સુધી રહ્યો દસમાં દિવસે મંગલપાંડેને ફાંસીની સજા આપવામાં આવી. પણ અંગ્રેજાની મુશ્કેલી ત્યારે સર્જાઈ જ્યારે કોઈ પણ જલ્લાદ મંગલપાંડેને ફાંસી આપવાની ના પાડતા હતા. પણ અંગ્રજાએ કોલકાતાથી જલ્લાદ  બોલાવીને તેમને વધારે પૈસાની લાલચ આપીને ૮ એપ્રિલ ૧૮૫૭ ના દિવસે ફાંસી આપવામાં આવી. બેરકપુરની છાવણીમાં જ ભારતના સૈનિકો હતા. એમને આ વાતથી લઈને ખુબ જ ગુસ્સે ભરાયા અને ૧૧૦૦ થી પણ વધારે સૈનિકોએ પોતાની નોકરી છોડી દીધી અને એમને વર્દી ફાડી નાખી અને પછી અહીંથી ક્રાંતિની શરૂઆત થઈ હતી.એમણે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની સાથે સંગઠન બનાવવાનું શરૂ કર્યું અને ગામડે ગામડે અંગ્રેજા સામે વિરોધ થઈ ગયો. આ પછી ૧૦ મી મે ના મેરઠ છાવણીમાં સૈનિકો દ્વારા વિદ્રોહ થયો.અને રવિવારના દિવસે ચર્ચમાં ગયેલા અંગ્રેજાને જલાવી દીધા અને મંગલપાંડેને લીધો. આગળ જઈને ૧૮૫૭ ની ક્રાંતિ થઈ અને આ રીતે મંગલપાંડે ૮ મી એપ્રિલ ૧૮૫૭ ના દિવસે અમર શહિદ મંગલ પાંડે થઈ ગયા. ભારત સરકારે ૫ મી ઓક્ટોમ્બર ૧૯૮૪ માં મંગલપાંડેના સન્માનમાં એક ડાક ટીકીટ બહાર પાડી.

Tags :