02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ધાનેરા: વર્ષો જૂની હત્યાની અદાવતમાં 12 વર્ષનો બાળક બન્યો ભોગ

ધાનેરા: વર્ષો જૂની હત્યાની અદાવતમાં 12 વર્ષનો બાળક બન્યો ભોગ   02/05/2019

ધાનેરા તાલુકાના ભાટિબ ગામે વર્ષો પહેલા થયેલ હત્યાની અદાવતમાં બાર વર્ષના બાળક પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવાઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ધાનેરા પોલીસ મથકમાં ભાટિબ ગામના  મોડજી પ્રભુજી રાજપૂત, ઇન્દ્રજી પ્રભુજી રાજપૂત અને રણાજી પ્રભુજી રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ આજે વહેલી સવારે છ વાગ્યા આસપાસ આ ઘટનાને અંજામ આપી બાર વર્ષના બાળક ભરત રાજપુત પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેવા સાથે દરિયાબેન રાજપૂત નામની મહિલાનું ગાદલું સળગાવવાની પણ કોશિશ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.બીજી બાજુ, આરોપીઓના આ કૃત્યનો ભોગ બનેલ બાળકની હાલત ગંભીર હોઇ તેને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટના સંદર્ભે ધાનેરા પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ઇજાગ્રસ્ત બાળકના પરિવારજનોએ આવું રાક્ષસી કૃત્ય આચરનાર શખ્સોને વિના વિલંબે જેલના હવાલે કરી દઈ આકરી સજા કરવાની માંગણી કરી હતી.
 
બુધવારે રાત્રે મોડજી રાજપૂત, ઇન્દ્રજી રાજપૂત તેમજ પ્રભુજી રાજપૂતે 'તમે ભાટિબ ગામમાં કેમ આવ્યા છો, અહીંથી જતા રહો નહી તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપ્યા બાદ આખી રાત રેકી કરી આજે વહેલી સવારે છ વાગે ફરી ધસી આવી ઘરના સભ્યોને સળગાવી મારવાનો પ્રયાસ કરી ખાટલા પર સૂતેલા ભરત નામના બાળક પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્‌યા હતા. પાંચ વર્ષ પહેલાં પ્રભુજી રાજપૂત નામક ઈસમની હત્યાની અદાવતમાં જ આ કૃત્ય આચર્યું હોવાનો પણ આ શખ્સોએ દાવો કર્યો હતો. આ ઘટનાથી પીડિત પરિવાર સમસમી ઉઠ્‌યો  છે.
 
૧૨ વર્ષના બાળકને સળગાવી મારવાના નિષ્ફળ પ્રયાસની આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે અને આ બનાવને ગંભીરતાથી લઇ તુરંત તપાસ હાથ ધરાઇ છે. આ મામલે ધાનેરા પોલીસે હાલ હત્યાના પ્રયાસની ફરિયાદ  દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. દરમ્યાન, બનાવની ગંભીરતાને ધ્યાને લઇ થરાદ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજિત રાજ્યાણએ પણ ધાનેરા દોડી આવી આ ઘટનાની વિગતો મેળવ્યા બાદ ઘટના સ્થળની મુલાકાત લઇ ગામમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સતર્ક રહેવા સ્થાનિક પોલીસને કડક તાકીદ કરી હતી.અગાઈ જમીનના ઝગડામાં થયેલ હત્યાની અદાવતમાં આ કૃત્ય આચરાયું હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે.જોકે આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. 

Tags :