સામરવાડા ગામમાં ખોટુ રેકર્ડ બનાવી ગૌચર પચાવી પાડ્યું

ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ગૌચરની જમીન બિલ્ડરોએ ખોટું જમીનનું રેકર્ડ બનાવી ગેરકાયદે દબાણ કરેલ જે બાબતે જાગૃત નાગરીકે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરતા ટી.ડી.ઓ.ને દબાણ દૂર કરવાનો આદેશ થયેલ તેમ છતાં દબાણ દૂર ન થતા કંટાળેલા જાગૃત નાગરિકે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી સરકારી પડતર જમીન ખોટા દસ્તાવેજા દ્વારા પચાવી પાડનારા વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ટુંકી હકીકત એવી છે કે ધાનેરાના સામરવાડા ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગૌચરની સરકારી નવી પડતર સર્વે નં.૧૦૮ તથા ૧૮ર નું બનાવટી સરકારી રેકર્ડ ઉભુ કરી તાલુકા પંચાયત તથા બિલ્ડરો દ્વારા સામરવાડા ગ્રામ પંચાયતને અંધારામાં રાખી સનદો તથા દસ્તાવેજા બનાવી પ્લોટો પાડી કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલ હોવાની રજુઆત ચૌધરી દિનેશભાઈ વીરમા ભાઈ તથા ચૌધરી ગજાભાઈ પ્રેમાભાઈ દ્વારા કરી જિલ્લા પંચાયતનું ધ્યાન વારંવાર દોરેલ ત્યારબાદ જિલ્લા પંચાયતે તા.૧૧/૭/ ર૦૧૮ ના રોજ ટી.ડી.ઓને પત્ર લખી દિન ૧૦ માં દબાણો દુર કરી જાણ કરવા જણાવેલ પરંતુ આજદિન સુધી કંઈ જ કાર્યાવાહી ન થતાં તેમણે સી.એમ.રૂપાણી મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરી છે જેથી આ મુદો સમગ્ર તાલુકામાં ‘ટોક ઓફ ધી ટાઉન’ બની ગયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.