02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં વન મહોત્સવમાં વાવેલ વૃક્ષોનું અકાળે બાળમરણ

બનાસકાંઠામાં વન મહોત્સવમાં વાવેલ વૃક્ષોનું અકાળે બાળમરણ   11/08/2018

 બનાસકાંઠામાં વન મહોત્સવમાં વાવેલ વૃક્ષોનું અકાળે બાળમરણ
 
 
ડીસા 
રાજ્ય સરકાર વન મહોત્સવ થકી વૃક્ષોની સંખ્યામાં ૩૪.૩પ કરોડ અને વન વિસ્તારમાંંં ૯૭૦૦ હેક્ટરનો વધારો થયો હોવાનો દાવો કરે છે. પરંતુ સરહદી બનાસકાંઠા જિલ્લામાં વન મહોત્સવના તાયફા વચ્ચે કરોડોના ખર્ચે રોપાયેલ છોડવા માવજતના અભાવે સુકાઈ ગયા છે. તેથી વૃક્ષો અને હરીયાળી ઘટતા જિલ્લો “ગ્લોબલ વોર્મિગ” ના સકંજામાં સપડાયો છે. જેના કારણે ઋતુચક્ર ફરી જતા આમ પ્રજા સહીત પશુ - પંખી જીવો ઉપર વિપરીત અસરો વર્તાવા લાગી છે. ઋષિ સમાન વૃક્ષોની આડેધડ કતલ થતા અને પ્રદુષણની માત્રા વધતા પર્યાવરણ સમતુલા ભયંકર હદે જાખમાઈ છે. જેથી “હરિયાળા ગુજરાત” ના સંકલ્પ સાથે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર  ભાઈ મોદીએ દૂરંદેશી દાખવી દર ચોમાસાની સિઝનમાં રાજ્ય, જિલ્લા અને છેક તાલુકા કક્ષાએ વન મહોત્સવની સરકારી ઉજવણી શરૂ કરી હતી. જેમાં કરોડોના ખર્ચે ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષારોપણ કરાય છે. જેથી અન્ય જિલ્લાઓમાં હરીયાળી છવાઈ છે. પરંતુ રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં વન મહોત્સવનો વન વિભાગના પાપે ફિયાસ્કો થવા પામ્યો છે. દર ચોમાસામાં વન મહોત્સવના નામે મોટા ઉપાડે છોડવાઓની રોપણી કરાય છે. અધિકારી અને પદાધિકારી ઓનું વૃક્ષારોપણ મીડીયામાં ચમકે છે. પરંતુ છોડના વાવેતર બાદ તેને વિસારે પાડી દેવાય છે. તેથી માવજત અને દરકારના અભાવે છોડ અકાળે સુકાઈને મુરઝાઈ જાય છે. 

Tags :